GSTV

વિન્ડીઝના આ દિગ્ગજનું માનવું છે કે સૂર્યકુમાર ભારતીય ટીમમાં હોવો જ જોઇતો હતો

વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાનું માનવું છે કે સૂર્યકુમાર યાદવની કાબેલિયત જોતાં હાલમાં ઓસ્ટ્રેલિયા ગયેલી ભારતીય વન-ડે અને ટી20 ક્રિકેટ ટીમમાં તે હોવો જોઇતો હતો. મુંબઈ ઇન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ આ વખતની આઇપીએલમાં શાનદાર દેખાવ કરીને લોકપ્રિય બની ગયો છે.

ફેન્સે પણ પસંદગીકારોની ટીકા કરી

સૂર્યકુમાર યાદવે આ વખતે આઇપીએલમાં 16 મેચમાં 480 રન ફટકાર્યા હતા અને તે સાતમા ક્રમે રહ્યો હતો. તેનો સ્ટ્રાઇક રેટ 145.01નો હતો અને આ ખેલાડીને ભારતીય ટીમમાં તક આપવામાં આવી ન હતી જેને કારણે વિવેચકો તથા ફેન્સે પણ પસંદગીકારોની ટીકા કરી હતી.

રન ફટકાર્યા છે તેનાથી પ્રભાવિત

લારાએ જણાવ્યું હતું કે હાલની ભારતીય ટીમ જોતાં મને કોઈ કારણ લાગતું નથી કે શા માટે યાદવને બહાર રખાયો છે. તે ટીમ માટે ઉપયોગી થઈ પડ્યો હોત. લારાએ ઉમેર્યું હતું કે તે સૂર્યકુમાર યાદવે જેટલા રન નોંધાવ્યા છે તેનાથી જ નહીં પરંતુ તેણે જે સ્ટાઇલથી અને જે સંજોગોમાં રન ફટકાર્યા છે તેનાથી પ્રભાવિત થયો છે.

સૂર્યકુમાર યાદવ ચોક્કસપણે બહેતરીન ખેલાડી

તેણે જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ ચોક્કસપણે બહેતરીન ખેલાડી છે. હું કોઈ પણ ખેલાડીને તેણે કેટલા રન ફટકાર્યા છે તે રીતે જોતો નથી પરંતુ તેની ટેકનિક. દબાણ હેઠળ રમવાની તેની ક્ષમતા અને તે કયા ક્રમે બેટિંગ કરે છે તે જોઇને તેના વિશે અભિપ્રાય આપતો હોઉં છું.

READ ALSO

Related posts

શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી

Pravin Makwana

શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….

Ali Asgar Devjani

SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!