GSTV
Home » News » સુરેશ રૈના કાર અકસ્માતનો ભોગ બનતાં માંડ માંડ બચ્યો, જુઓ શું થયું?

સુરેશ રૈના કાર અકસ્માતનો ભોગ બનતાં માંડ માંડ બચ્યો, જુઓ શું થયું?

ભારતીય ટીમના ઑલરાઉન્ડ સુરેશ રૈનાએ મંગળવારે સવારે મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચ્યો છે. ઇટાવાની ફ્રેન્ડ્સ કૉલોનીની પાસે તેની કારનું ટાયર બર્સ્ટ થઇ ગયું હતુ. ઘટના પછી પોલીસે બીજી કારથી તેણે કાનપુર મોકલ્યો હતો.

જાણકારી અનુસાર, સુરેશ રૈના પોતાની રેન્જ રોવર કારથી દિલ્હીથી કાનપુરના ગ્રીન પાર્કમાં 13 સપ્ટેમ્બરમાં થનારી ક્રિકેટ મેચમાં ભાગ લેવા માટે જઇ રહ્યો હતો. સોમવાર લગભગ સવારે 3.30 વાગે આગ્રા-કાનપુર હાઇવે પર ફ્રેન્ડ્સ કોલોનીમાં તેની કારનું ટાયર ફાટી ગયુ. ટાયર ફાટ્યા પછી તેણે આ અંગેની સૂચના સ્નાનિક પોલીસને આપી, જે પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પહેલા ટાયરને ઠીક કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ સ્પેયર ટાયર ન હોવાને કારણે તે ટાયર બદલી શકાયું નહી, ત્યારબાદ સવારે 5.30 વાગે એસ.એસ.પી વૈભવ કૃષ્ણે સુરૈશ રૈનાને બીજી કારથી કાનપૂર મોકલ્યો હતો.

રૈનાએ જણાવ્યુ કે, ”કાર ખરાબ થવાને કારણે તેને ઘણી મુશ્કેલીઓ થઇ હતી” સુરેશ રૈના સવારે 7 વાગે કાનપુરની લેન્ડમાર્ક હોટલ પહોંચ્યો હતો.

Related posts

પત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, પછી ચાલુ વિમાને પાઇલોટે…

Riyaz Parmar

પતંજલિ બાદ હવે આ કંપની વેચશે સસ્તુ દૂધ, ઘર પર કરશે ડિલીવરી

Mansi Patel

પ્રાંતિજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, સામાન્ય વરસાદમાં કેડસમા પાણી ભરાતા જનજીવન મુશ્કેલીમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!