GSTV
Home » News » આ સારા કામ માટે એકસાથે આવ્યા અફરીદી અને ભજ્જી

આ સારા કામ માટે એકસાથે આવ્યા અફરીદી અને ભજ્જી

ક્રિકેટના ગ્રાઉન્ડ પર ભલે પ્રતિસ્પર્ધી તરીકે રહેતા હોય પરંતુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદી અને ટીમ ઇન્ડિયાના ઑફ સ્પિનર હરભજન સિંહ એક ખાસ કામ માટે સાથે આવ્યા છે. ભજ્જી અને અફરીદી તાજેતરમાં એક બહરીનમાં લગભગ 2000 મજૂરોની સાથે લંચ કર્યુ.

ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભલે બંને પ્લેયર પ્રતિસ્પર્ધીની જેમ જોવા મળે છે, પરંતુ ક્રિકેટના ગ્રાઉન્ડની બહાર તે સારા મિત્રો છે. આ બંને મિત્રોએ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના બહરીનમાં કામ કરનાર હજારો લોકોની સાથે લંચ કર્યુ અને તેમની સાથે વાત પણ કરી.

શાહિદ અફરીદીના ફાઉન્ડેશને પોતાના ફેસબુક પેજ પર ભજ્જી અને અફરીદીનો ફોટો અને તેમની સ્પીચનો એક વીડિયો શૅર કર્યો છે. ભજ્જી અને અફરીદી બંને બહરીનના મજૂરોને મળ્યા હતા. અફરીદી પોતાના ફાઉન્ડેશન ‘શાહિદ અફરીદી ફાઉન્ડેશન- હૉપ નોટ આઉટ’ ચાલે છે.

તમને જણાવી દઇએ કે, શાહિદ અફરીદી ફાઉન્ડેશન અહીંયા 2000 મજૂરો માટે લંચની વ્યવસ્થા કરી હતી. અહીં હાજર લોકોને 2 દિગ્ગજોને સાથે જોઇને ખૂબ ખુશ થઇ ગયા હતા. આ પ્રસંગે ભજ્જી અને અફરીદીએ શાંતિ, પ્રેમ અને ભાઇચારાની સ્પીચ આપી હતી.

આ પ્રસંગે ભજ્જીએ કહ્યુ કે, ”આ મારા માટે સૌથી મોટી સરપ્રાઇઝ છે. લાલા (અફરીદી)ને મને જણાવ્યુ ન હતુ કે તે મને ક્યાં લઇ જઇ રહ્યો છે. તેણે મને માત્ર એટલું જ કહ્યુ કે, આપણે માત્ર લંચ પર જઇ રહ્યા છે. પરંતુ તમારા લોકોની સાથે લંચ કરીને હું ખુશ છું. જો હું તમારા કામમાં આવી શકું તો મને ઘણી ખુશી થશે.”

Related posts

આજે ભારત અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટ્વેન્ટી-20 : આ યુવા ખેલાડીઓ પર રહેશે નજર

Bansari

જીતવું જરૂરી નથી, સારી ટીમનાં રૂપમાં પરત ફરે વેસ્ટઈન્ડિઝ: લારા

pratik shah

‘ઋષભ પંતે હવે ‘ધોની-ધોની’ સાંભળવાની આદત પાડી લેવી જોઇએ’ આ શું બોલી ગયો ગાંગુલી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!