GSTV
Home » News » હવે આ કોલ્ડ ડ્રિન્કનો પ્રચાર કરશે ધોની, વર્ષે કરશે આટલી મોટી કમાણી!

હવે આ કોલ્ડ ડ્રિન્કનો પ્રચાર કરશે ધોની, વર્ષે કરશે આટલી મોટી કમાણી!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોકા કોલાની તાજેતરમાં જ લૉન્ચ કરેલ ગ્લોબલ સ્પોર્ટ્સ ડ્રિન્ક, પાવરએડનો પ્રચાર કરશે. મળેલા રિપોર્ટ્સ અનુસાર, આ ડીલ ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે અને તેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.

આ ડીલની પુષ્ટિ ધોનીનું પ્રતિનિધિત્વ કરતી સ્પોર્ટ્સ માર્કેટિંગ અને ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મ ઋતિ ગૃપના ચેરમેન અરૂણ પાંડે કરી છે. જોકે હજી એ ખુલાસો કરવામાં નથી આવ્યો કે, આ એડ માટે ધોનીને કેટલા પૈસા મળશે. આ અંગે પાંડેએ કહ્યું, ‘એમ એસ ધોનીએ કોકા કોલાના પાવરએડના એન્ડોર્સમેન્ટ માટે ડીલ સાઇન કરી છે.’ આ માટે કોકા કોલાએ પ્લાનિંગ પણ કરી દીધું છે.

આ પહેલાં પણ ધોની ઘણી બ્રાન્ડ્સનો પચાર કરી ચૂક્યા છે. આ પહેલાં પેપ્સિકો, પેપ્સી, લેઝ ચિપ્સ જેવી ઘણી બ્રાન્ડ્સનો પ્રચાર કરી ચૂક્યા છે. 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ એન્ડોર્સમેન્ટમાં ઘટાડો થયો હતો.

ઉલ્લેખનિય છે કે ધોની ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ, સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂની બાબતમાં ટૉપ 12ની યાદીમાં એકમાત્ર ખેલાડી છે.

વિવિધ બ્રાન્ડ્સનું એન્ડોર્સમેન્ટ કરી ધોની એક વર્ષમાં લગભગ 5 થી 8 કરોડ કમાય છે. તેમણે રેડબસ, કોલગેટ અને કોકાકોલા સાથે એન્ડોર્સમેન્ટ ડીલ સાઇન કરી છે.

ગત વર્ષોમાં ધોનીએ માસ્ટરકાર્ડ, સ્નિકર ચોકલેટ, ઓનલૈઅન ફાર્મસી, નેટમેડ્સ સહિત 10 એન્ડોર્સમેન્ટ સાઇન કરી હતી. આ સિવાય ધોની પોતાના સોર્ટ્સ વેયર બ્રાન્ડ સેવનનો પણ પ્રચાર કરે છે. આ બ્રાન્ડને ઋતિ સ્પોર્ટ્સે ફેબ્રુઆરી 2017માં લૉન્ચ કરી હતી. આ સિવાય ધોની 2012માં થરૂ થયેલ જિન ચેન સ્પોર્ટ્સફિટના માલિક પણ છે.

Related posts

અર્જૂન રેડ્ડી બાદ હવે વિજય દેવરાકોંડાની આ ફિલ્મની બનશે હિન્દી રિમેક

Bansari

સેંકડો હિંદુ છોકરીઓને જબરજસ્તી મુસ્લિમ બનાવનાર આ પાકિસ્તાની મૌલવીને જોઇએ છે હિંદુસ્તાની બેગમ

NIsha Patel

‘ભારતમાં જ રચાયું હતું પુલવામા હુમલાનું કાવતરું, જૈશના કારણે પાકિસ્તાન પર લાગ્યો આરોપ’

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!