GSTV
Home » News » ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ શેર કરી હૉટ તસવીરો, 15 કીલો વજન ઘટાડીને શરૂ કરી એક્ટિંગ-મૉડેલિંગ

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ શેર કરી હૉટ તસવીરો, 15 કીલો વજન ઘટાડીને શરૂ કરી એક્ટિંગ-મૉડેલિંગ

વિવાદ બાદ હવે ફરી એકવાર ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની ચર્ચામાં આવી છે. પતિ પર બેવાફાઇ, હત્યાનું કાવતરુ, રેપ સહિતના અનેક સંગીન આરોપો લગાવીને હવે તેને ફરીથી મૉડલિંગ અને એક્ટિંગ શરૂ કરી છે. ત્રણ વર્ષની પુત્રીનું પાલન પોષણ કરવા અને સમ્માનની સાથે જિંદગી જીવવા માટે તેને મૉડેલિંગ કેરિયરમાં વાપસી કરી છે. અને તેના માટે તેને 15 કીલો વજન પણ ઘટાડી દીધુ છે.ચાર મહિના પહેલા હસીન જહાંએ શમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

હસીને કોર્ટમાં એ પણ માંગ કરી હતી કે શમી તેને દર મહિને 10 લાખ રૂપિયા ભરણપોષણ આપે. તેને ક્રિકેટર પર મેચ ફિક્સિંગ સુધીના આરોપો લગાવી દીધી હતા. જોકે બીસીસીઆઇ તેને ક્લિન ચીટ આપી હતી.

હસીન પ્રૉફેશનલ મૉડલ રહી ચૂકી છે અને કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે ચીયર લીડર પણ બની છે. 2014માં મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા બાદ તેને મૉડેલિંગ છોડી દીધુ હતું.

રિપોર્ટ અનુસાર, હસીન જહાંએ કહ્યું છે કે શમીને તેનું મૉડલિંગ ગમતુ ન હતું, એટલા માટે તેને છોડી દીધુ હતું. હવે જ્યારે શમી તેનાથી અલગ થઇ ગયો છે ત્યારે તે ફરીથી મૉડેલિંગ દ્વારા પોતાની લોકપ્રિયતા મેળવવા માગે છે.

હસીને મૉડેલિંગ શરૂ કરવા માટે તેને પોતાના જુના મિત્રને કૉલ કર્યો, શરૂઆતમાં તેને કૉલ કરવામાં થોડુ હિચકિચાટ પણ થયો હતો.

હસીન જાધવપુરમાં પોતાના ફ્લેટમાં પુત્રી બેબો અને બેબીસીટરની સાથે રહે છે. જ્યારે તે મુંબઇ આવે છે ત્યારે તેના પિતા અને તેના બીજા લગ્નથી થયેલી પુત્રી બેબોની દેખરેખ રાખે છે.

તેણે કેટલીક શોર્ટ ફિલ્મોમાં પણ કરી છે. છેલ્લા અઠવાડિયાએ તેને મર્ડર મિસ્ટ્રી ‘સ્ક્રિપ્ટ’માં કામ કર્યું.

હસીન હવે જીમ પણ જવા લાગે છે અને 15 કીલો વજન પણ ઉતારી દીધું છે. તે કોલકત્તાથી મુંબઇ શિફ્ટ થવા પણ ઇચ્છે છે.

મુંબઇમાં ફિલ્મ મેકર અને ડિઝાઇનર સુમન ગુહાએ કહ્યું કે, હસીન તેની જુની દોસ્ત છે અને તેને કૉલ કર્યો તો મે તરતજ મારા વેન્ચરમાં કામ કરવાનું કહ્યું.

Related posts

સુરતમાં સિટી બસનો કહેર યથાવત, ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત

Nilesh Jethva

કેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્ય

Pravin Makwana

બગસરામાં પોલીસ કર્મીઓ છરી વડે પર હુમલો, ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!