GSTV
Cricket Sports Trending

ધોનીને પણ મેદાન પર આવતો હતો ગુસ્સો, પોતે જ જણાવ્યુ કેવી રીતે ‘કેપ્ટન કૂલ’ બન્યા

ધોની

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને કદાચ જ તમે ગુસ્સામાં જોયા હશે. મેદાન હોય કે પછી મેદાનની બહાર એમએસ ધોની હંમેશા શાંત જોવા મળ્યા. તેમને આ જ કારણોસર કેપ્ટન કૂલ પણ કહેવામાં આવતા હતા કેમ કે તેઓ દરેક પરિસ્થિતિમાં શાંત જોવા મળતા હતા. જોકે હવે તેમણે એ જણાવ્યુ છે કે તેઓ ગુસ્સો કેમ કરતા નથી અને તેમને મેદાન પર ગુસ્સો કેમ આવતો નથી.

એમએસ ધોનીએ કહ્યુ કે તેઓ હંમેશા પોતાની ભાવનાઓને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે કેમ કે તેઓ પણ એક માણસ જ છે. જ્યારે કેપ્ટન કૂલ ધોનીએ દર્શકોને પૂછ્યુ, તમારામાંથી કેટલા લોકો વિચારે છે કે તમારા બોસ શાંત છે. આ પ્રશ્નના જવાબમાં અમુક હાથ ઉંચા થયા.  

ધોનીએ કહ્યુ, ઈમાનદારીથી કહુ તો જ્યારે અમે મેદાન પર હોઈએ છીએ ત્યારે અમે કોઈ ભૂલ કરવા માગતા નથી. પછી તે મિસફીલ્ડિંગ હોય, કેચ ડ્રોપ હોય કે કોઈ અન્ય ભૂલ હોય. હુ હંમેશા એ જાણવાનો પ્રયત્ન કરુ છુ કે કોઈ ખેલાડીએ કેચ કેમ છોડ્યો કે કોઈએ મિસફીલ્ડ કેમ કર્યુ. ગુસ્સો કરવાથી યોગ્ય વાત થતી નથી. 

જો કોઈ ખેલાડી મેદાન પર 100 ટકા ચોક્કસ છે અને તેમ છતાં તેનાથી કેચ છૂટી જાય છે તો મને કોઈ વાંધો નથી. જોકે હુ એ પણ જોવા ઈચ્છીશ કે તેમનાથી પ્રેક્ટિસ દરમિયાન કેટલા કેચ છૂટ્યા. ક્યાંક તેમને મુશ્કેલી તો નથી ને અને તેઓ શ્રેષ્ઠ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નહીં. હુ કેચ છૂટ્યો તેના પર ધ્યાન આપવાના બદલે આ તમામ પાસાઓ પર ધ્યાન આપતો હતો. હોઈ શકે છે કે અમે તેમના કારણે એક મેચ હારી જઈએ પરંતુ હંમેશા તેમને જાણવાનો પ્રયત્ન રહેતો હતો. 

ધોનીએ કહ્યુ હુ પણ માણસ છુ. હુ અંદરથી તેવુ જ અનુભવુ છુ જેવુ તમે સૌ એ અનુભવ્યુ. અમે અમારા દેશનુ પ્રતિનિધિત્વ કરીએ છીએ, તેથી અમને ખોટુ લાગશે. પરંતુ અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ અને પોતાની ભાવનાઓને નિયંત્રિત કરીએ છીએ. બહાર બેસીને એ કહેવુ હંમેશા સરળ હોય છે કે અમારે એક નિશ્ચિત રીતે રમવુ જોઈએ પરંતુ એ સરળ નથી. અમે અમારા દેશનુ પ્રતિનિધિત્વ કરીએ છીએ પરંતુ વિપક્ષી ખેલાડી પણ પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ઘણીવાર ઉતાર-ચઢાવ આવતા રહે છે.

Related posts

શિન્દેસેના અને ઉદ્ધવસેના વચ્ચે થશે દંગલ, જેમાં ચૂંટણીપંચ હશે નિર્ણાયક

Damini Patel

સ્કૂલના બાળકોએ બનાવી મસાલેદાર ભેળપૂરી, વીડિયો જોતા જ લોકો બોલ્યા “ભૂખ લાગી ગઇ યાર”

Damini Patel

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda
GSTV