1965 અને 1971નું યુદ્ધ લડનાર આર્મીમેન ભીખ માગી રહ્યો હતો, ગૌતમ ગંભીર આવ્યો મદદે

ભારતીય આર્મીના હિરો ક્યારે ખોવાઈ જાય અને તેમની હાલત ખરાબ થઈ જાય તેવું ચિત્ર સામે આવતા રૂંવાડા ઉભા થઈ જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટર ગૌતમ ગંભીરે કનોટ પ્લેસમાં ભીખ માગી રહેલા એક વ્યક્તિને જોઈને રક્ષા મંત્રાલય પાસે મદદ કરવાનો અનુરોધ કર્યો છે. આ વ્યક્તિ યુદ્ધ લડી ચૂકેલો એક પૂર્વ સૈનિક હોવાનો દાવો પોતાના પોસ્ટરમાં કરી રહ્યો છે.

આ વાતની ખબર ગૌતમ ગંભીરને પડતા તેણે ટ્વીટર પર આ વ્યક્તિની તસવીર પોસ્ટ કરી હતી. ગૌતમે લખ્યું કે, આ શ્રી પીતાંબરન છે. જેમણે 1965 અને 1971માં યુદ્ધ લડ્યું હતું. તેમને તેમના ઓળખપત્રથી ઓળખી શકાય છે. ટેકનિકલ કારણોસર તેમને થલસેનાનું સમર્થન નથી મળી રહ્યું.

ત્યારે રક્ષા મંત્રાલયે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટનાને ધ્યાનમાં લઈ પગલું ભરવામાં આવશે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરી કહ્યું કે, અમે તમારા તરફથી જાહેર કરાયેલી ચિંતા સમજી શકીએ છીએ. વિશ્વાસ અપાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે જવાબ આપવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter