પીએમ મોદીએ ભારતને વિશ્વવિજેતા બનાવનાર આ ખેલાડીને લખ્યો એવો પત્ર કે લોકોએ કહ્યુ, ‘હવે ટિકિટ પાક્કી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ક્રિકેટને અલવિદા કહેનારા ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરના રમતમાં યોગદાન અને વંચિત લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરવા બદલ પત્ર લખીને તેમના ભારોભાર વખાણ કર્યા છે. પત્રમાં પીએમ મોદીએ ટી-20 વર્લ્ડ કપ 2007 અને વર્લ્ડ કપ 2011માં ભારતને ચેમ્પિયન બનાવવામાં ગંભીરના યોગદાનનો વિશેષ ઉલ્લેખ કર્યો છે.


ગંભીરે ક્રિકેટમાં રિટાયર્મેન્ટ લીધા પછી સંભાવના રહેલી છે કે તે પોતાના કરિયરની બીજી ઇનિંગની શરૂઆત રાજકારણથી કરી શકે છે, સોશ્યલ મીડિયા પર ઘણી વખત સોશ્યલ ઇશ્યૂ પર પોતાનો અભિપ્રાય વ્યકત કરનાર ગંભીર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઇ શકે છે તેવી ચર્ચા થઇ રહી છે. જોકે ગંભીરે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

ગૌતમ ગંભીરની રિટાર્યમેન્ટ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના યોગદાન માટે શુભેચ્છા પાઠવી છે અને સાથે જ રિટાયર્મેન્ટ પછી તેની ભવિષ્યની યોજનાઓ માટે પણ શુભેચ્છા આપી છે. ગૌતમે PM મોદીના લેટરને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કરીને પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે.

આ લેટરને પોસ્ટ કરતાં ગૌતમ ગંભીરે @narendramodi અને @PMOIndiaને ટેગ કરતા કહ્યુ કે , ’ધન્યવાદ પ્રધાનમંત્રીજી, આપણાં દેશવાસીઓનો પ્રેમ અને સપોર્ટ વગર આ શક્ય નહોતું. આ બધું જ આપણાં દેશને સમર્પિત.’

પ્રધાનમંત્રીએ આ પત્રના માધ્યમથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગૌતમ ગંભીરના ઉલ્લેખનીય યોગદાનને યાદ કરતા શુભેચ્છા આપી. તેમણે લખ્યુ કે, ”ભારતીય રમતમાં તમારા વિલક્ષણ યોગદાન માટે શુભેચ્છાઓ. તમારા યાદગાર પર્ફોર્મન્સ માટે ભારત તમારુ આભારી રહેશે. તમારી અનેક ઈનિંગ ભારતની જીતની સાક્ષી બની છે.” આ તકે PMએ 2007ના વર્લ્ડ કપ T20 અને 2011માં વર્લ્ડ કપમાં આપવામાં આવેલા યોગદાનને પણ યાદ કર્યુ હતુ. ગૌતમ ગંભીરે આ બંને વર્લ્ડકપમાં ટીમનો ભાગ ગતો. આ બંને ટાઇટલ ખિતાબ માટે રમાયેલી ફાઈનલમાં તેણે યાદગાર પર્ફોર્મન્સ આપ્યું હતુ. પ્રધાનમંત્રીએ આ ઇનિંગ પણ યાદ કરી હતી.

ગૌતમની રમતના વખાણ કરતા PMએ લખ્યુ કે, થોડા જ સમયમાં ટીમ ઇન્ડિયા વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાને સ્થાપિત કર્યાં. ગૌતમ રિટાર્યમેન્ટ ઉપરાંત આગળની યોજનાઓ માટે શુભકામનાઓ આપતાં લખ્યું કે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ પછી અનેક વસ્તુઓ માટે તક મળશે. જેને તમે ખેલાડી રહીને પણ કરવા ઈચ્છતાં હતાં જોકે, વ્યવસ્તાને લીધે કરી ના શક્યા.

ગૌતમ ગંભીર એક ખેલાડી ઉપરાંત ભારતની અખંડતા અને એકતા પર હંમેશા બિંદાસ રીતે રજૂ કર્યા છે. PMએ તેના પણ વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેના દ્વારા કરાતાં સોશ્યિલ વેલફેરના કામકાજના પણ વખાણ કર્યા હતા. નોંધનીય છે કે, ગૌતમ શિક્ષા અને ભૂખ સામે લડતાં સામાજિક કાર્યમાં પણ પોતાનું યોગદાન આપે છે.

જોકે આ વચ્ચે PMના પત્રથી સોશ્યલ મીડિયા પર ગૌમત ગંભીર સતત ટ્રોલ થઇ રહ્યો છે.
જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બરના ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી રિટાયર્મેન્ટની જાહેરાત કરી હતી. સોશ્યલ મીડિયા પર વીડિયો મેસેજની મદદથી ગંભીરે રિટાયર્મેન્ટની જાહેરાત કરી હતી, જે પછી તે 6 ડિસેમ્બરના આંધ્રપ્રદેશ વિરુદ્ઘ ફિરોઝ શાહ કોટલા મેદાનમાં છેલ્લી વખત ક્રિકેટ રમવા માટે આવ્યો, મેચમાં શાનદાર સેન્ચુરી કરીને ક્રિકેટને ધમાકેદાર અંદાજમાં અલવિદા કહ્યુ હતુ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter