GSTV
Home » News » વર્લ્ડ કપ 2019: ઈંગ્લેન્ડમાં વધુ એક સદી ફટકારીને રોહિત શર્મા બનાવી શકે છે મોટો રેકોર્ડ

વર્લ્ડ કપ 2019: ઈંગ્લેન્ડમાં વધુ એક સદી ફટકારીને રોહિત શર્મા બનાવી શકે છે મોટો રેકોર્ડ

વર્લ્ડ કપની મેચમાં રોહિત શર્મા અત્યાર સુધી એક મેચમાં ફલોપ રહ્યો છે. એ જ્યારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે ક્રિકેટ પ્રેમિયોને હંમેશાં તે સદી ફટકારે તેવી આશા હોય છે. અફઘાનિસ્તાન સામે રોહિત એક રન કરીને આઉટ થઈ ગયો હતો.

એવામાં વેસ્ટઈન્ડિઝ સામે મેદાનમાં રોહિત શર્મા સદી બનાવે તેવી આશા રહેશે. જો તે સદી ફટકારશે તો પછી એક મોટા રેકોર્ડમાં ફેરવાઈ જશે. ઈંગ્લેન્ડમાં સૌથી વધુ સદી કરનાર બેટ્સમેનના લિસ્ટમાં જોઈએ તો આ રેકોર્ડ અત્યારે ચાર બેટ્સમેનના નામે છે. શિખર ધવન, વિવિયન રિચર્ડસ, રોહિત શર્મા, અને કેન વિલિયમસન.

આ બધાએ ઈંગ્લેન્ડમાં 4-4 સદી ફટકારી છે. જો રોહિત વધુ સદી ફટકારશે તો તે વધારે સદી કરનાર વિદેશી બેટ્સમેન કહેવાશે. ઈંગ્લેન્ડમાં રોહિત શર્માએ અત્યારસુધી 19 મેચોમાં 67.13 સરેરાશથી 1007 રન કર્યા છે. 4 સદી ફટકારનારો રોહિત સરેરાશના મામલામાં કેન વિલિયમસનથી પાછળ છે.

વિલિયમસનની 79.20 સરેરાશ છે. જો રોહિત શર્મા આ અંદાજથી લગાતાર રમતો રહેશે તો સરેરાશની બાબતમાં પણ બધાથી આગળ નીકળી જશે. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત તરફથી 320 રન બનાવ્યા છે. જેમાં બે શાનદાર સદી પણ સામેલ છે.

રોહિતે સાઉથ આફ્રિકા સામે 122 રનની ઈનિંગ્સ રમ્યો હતો. જ્યારે પાકિસ્તાન સામે 140 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની લાંબી સફર બાકી છે. અને આવનારી મેચોમાં રોહિત શર્માએ હજુ સારો સ્કોર કરવાનો છે.

Read Also

Related posts

1 ડિસેમ્બરથી બે ગણો ભરવો પડશે ટોલટેક્સ, જલદી કરી લો આ કામ

Arohi

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ ફરજિયાત લગાવવી પડશે, સરકારે શરૂ કર્યા નવો નિયમ

Dharika Jansari

એનઆરસી દેશભરમાં લાગુ થશેના અમિત શાહના ખુલાસા બાદ મમતાએ ભણ્યો નનૈયો, અમે નહીં કરીએ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!