GSTV

આ દિગ્ગજ ખેલાડીએ વર્લ્ડ કપના દરેક મેચની ભવિષ્યવાણી કરી, ભારત કોની સામે હારશે તેનું પણ ભાખ્યું છે ભવિષ્ય…

Last Updated on June 1, 2019 by Alap Ramani

પૂર્વ કિકેટરો અને કિકેટ પંડિતો આઇસીસી વિશ્વકપ ર૦૧૯ના સેમીફાઇનલની ભવિષ્યવાણી કરવામાં પડયા છે. ત્યારે ન્યુઝીલેન્ડના પૂર્વ વિકેટ કીપર, બેટસમેન બ્રેન્ડન મૈક્કુલમે એક ડગલૂં આગળ વધીને ટુર્નામેન્ટના લભગગ દરેક મેચના પરિણામોની ભવિષ્યવાણી કરી છે. મૈક્કુલમના જણાવ્યા મુજબ યજમાન ઇંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલીયા મેગા ઇવેન્ટના સેમીફાઇનલમાં પહોંચશે, જો કે તેણે વધારે નેટ રન રેટ સાથે ટીમો માટે ચોથું સ્થાન ખાલી રાખ્યું છે.

તેના જણાવ્યા મુજબ ચોથા સ્થાન માટેની લડાઇ ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફિકા અને પાકિસ્તાન વચ્ચે થનાર છે. ૩૭ વર્ષીય આ ખેલાડીનું માનવું છે કે અફઘાનિસ્તાન પોતાની પહેલી પ૦ ઓવરમાં વિશ્વકપમાં શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવીને ફકત બે મેચ જીતશે. વિકેટકીપર અને બેટસમેનના જણાવ્યા અનુસાર બે ટીમો શ્રીલંકા અને બાંગ્લાદેશ હશે.

પૂર્વ કીવી કેપ્ટનની આ ભવિષ્યવાણીને ઓસ્ટ્રેલીયાના પૂર્વ ઓપનર માર્ક વોએ સમર્થન આપ્યું છે. મૈક્કુલમના માનવા મુજબ ઇંગ્લેન્ડ લીગના ૯ મેચોમાંથી ૮ મેચો જીતશે, તેને ઓસ્ટ્રેલીયા સામે હારનો સામનો કરવો પડશે. તમને એ જણાવીએ કે અભ્યાસ મેચમાં ઇંગ્લેન્ડને ઓસ્ટ્રેલીયાના હાથે હાર મળી હતી.

જ્યાં સુધી વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાનો સવાલ છે ત્યાં સુધી ન્યુઝીલેન્ડના પૂર્વ વિકેટ કીપરને લાગે છે કે માત્ર ઇંગ્લેન્ડની ટીમ જ ટીમ ઇન્ડિયાને હરાવી શકે છે. મૈક્કુલમના માનવા અનુસાર ટીમ ઇન્ડિયા લીગના ૯ મેચમાંથી ૮ મેચ જીતવામાં સફળ થશે, તો ઓસ્ટ્રેલીયાને લીગમાં ત્રણ હાર મળશે, તેને વેસ્ટઇન્ડિઝ, ભારત અને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડશે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!