GSTV
Gujarat Government Advertisement

આ Video બન્યો ટીમ ઇન્ડિયાની હારનું કારણ, જેને જોઇને ન્યૂઝીલેન્ડે ઘડી રણનીતિ

Last Updated on July 11, 2019 by Bansari

આઇસીસી વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારની ચર્ચા થઇ રહી છે કે આખરે કેવી રીતે ટીમ ઇન્ડિયાના ટૉપ ઓર્ડર બેટ્સમેને સરેન્ડર કરી દીધું. તેવામાં ખબરોની માનીએ તો ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવા માટે સ્પેશિયલ તૈયારી કરી હતી. એક એવી તૈયારી જેણે પહેલી ચાર ઓવરમાં ટીમ ઇન્ડિયાનો પરસેવો છોડાવી દીધો.

આ વીડિયોનો લીધો સહારો

કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવા માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલનો વીડિયો જોયો હતો. આ મુકાબલામાં પાકિસ્તાને શરૂઆતની ઓવરમાં જ ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાંખ્યો હતો. તેવી જ રણનીતિ સાથે ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં ઉતર્યુ. રોહિત શર્માને બીજી જ ઓવરમાં હેનરીએ પેવેલિયન ભેગો કરી દીધો. ટ્રેંટ બોલ્ટે વિરાટ કોહલીને પણ પોતાની જાળમાં ફસાવી લીધો. વિરાટને આઉટ કરવા માટે કેપ્ટન કેન વિલિયમસને ખાસ રણનીતિ બનાવી હતી અને તેમાં તે સફળ રહ્યો. તે બાદ ટીમ ઇન્ડિયા ધ્વસ્ત થતી ગઇ.

શું થયું હતું ચેમ્પિયન્સ ટ્રોફીમાં

વર્ષ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારત સામે 339 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ સરેન્ડર કરી દીધું. ત્રીજી ઓવર સુધીમાં કોહલી અને રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યા. તે બાદ પણ વિકેટનો સિલસિલો યથાવત રહ્યો. ફક્ત 72 રન પર ટીમ ઇન્ડિયાની 6 વિકેટ પડી ગઇ હતી. આ મેચમાં જ ટીમ ઇન્ડિયાને 180 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ ન્યૂઝીલેન્ડની ભરપૂર પ્રશંસા કરી. તેણે કહ્યું કે, હકીકતમાં ન્યૂઝીલેન્ડની ગેમથી અમને આશ્વર્ય ન થયું. જો બોર્ડ પર ઓછો સ્કોર હોય તો દુનિયામાં ફક્ત એક-બે ટીમ જ છે જે ફીલ્ડીંગ દરમિયાન ઘેરામાં 7 ખેલાડી રાખે છે અને ન્યૂઝીલેન્ડે પણ આવું જ કર્યુ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel

આનંદો/ સરકારી કર્મચારીઓ હવે સપનાનું ઘર બનાવવા માટે માર્ચ 2022 સુધી લઇ શકશે સસ્તુ એડવાન્સ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ઘડપણ કરો સુરક્ષિત: સરકારની આ યોજનામાં દર મહિને મળશે 5000 રૂપિયા, જાણો કઈ રીતે ઉઠાવી શકાય છે તેના લાભ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!