GSTV

ગૂગલે પણ માન્યું કે આ વખતે વર્લ્ડ કપમાં રહેશે ફાસ્ટ બોલરોનો દબદબો

Last Updated on May 30, 2019 by Alap Ramani

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની ઉદ્ધઘાટન મેચ આજે મેઝબાનમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લંડનના ધ ઓવલ મેદાનમાં રમાશે. તો એન્જીન ગૂગલે પણ માન્યું છે કે વર્લ્ડ કપમાં ફાસ્ટ બોલરો પોતાનો જલવો બતાવશે. ક્રિકેટના આ મહાકુંભનો જશ્ન મનાવવા માટે ગૂગલે પણ ખાસ એનિમેટેડ ડૂડલ બનાવ્યા છે. આ એનિમેટેડ ડૂડલમાં જોવા મળ્યું છે કે ફાસ્ટ બોલર બેટ્સમેનને માત આપતા તેને કેચ આઉટ કરાવે છે.

જણાવીએ કે આ વખતે વર્લ્ડ કપમાં એવા પાંચ બોલરો છે જેની પર બધાની નજરો ટકી રહેશે. ખાસ વાત તો એ છે કે તેમાંથી એક ભારતીય છે. આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની સૂકાઈ ગયેલી પિચ અને ત્યાંની ગરમી, આ બોલરો માટે એક પડકારરૂપ સાબિત થશે. પરંતુ એવા 5 ફાસ્ટ બોલરો છે જે બેટ્સમેન માટે મુસીબત ઊભી કરી શકે છે. કેગિસો રબાડા(દક્ષિણ આફ્રિકા), જસપ્રીત બુમરાહ(ભારત), મિશેલ સ્ટાર્ક(ઓસ્ટ્રેલિયા), હસન અલી(પાકિસ્તાન), ટ્રેંટ બોલ્ટ(ન્યુઝિલેન્ડ) આઈસીસી વર્લ્ડ કપ-2019ની શરૂઆતની સાથે જ આખી દુનિયામાં તેનો રસ જોવા મળશે.

આ ખૂબસૂરત ડૂડલમાં ગૂગલના સ્ટંપ અને બોલની મદદથી લખ્યું છે. બ્લેક બેકગ્રાઉન્ડમાં લખાયેલા ગૂગલમાં એક બોલર ઝડપી બોલ ફેંકે છે જેના પર બેટ્સમેન રમે છે અને કેચ આઉટ થઈ જાય છે. આ ડૂડલ પર ક્લીક કરતાં વર્લ્ડ કપની મેચની જાણકારી મળશે. સાથે જ મેચના સ્કોર અને તેના સંબંધિત જરૂરી ફેક્ટ મળશે. વર્લ્ડ કપમાં ભારત 5જૂને દક્ષિણ આફ્રિકા સામે રમશે.
ભારતની ટીમના સભ્યો
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(ઉપકેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, એમએસ ધોની(વિકેટકિપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેંદ ચહલ, કુલદિપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મો. શમી, રવીન્દ્ર જાડેજા

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!