GSTV
Cricket Sports Trending Videos Viral Videos

ખતરનાક કેચ/ જડ્ડુભાઈએ ઊંધા હાથે ઝડપી લીધો ગજબનો કેચ, 300મી મેચમાં પણ સ્ફૂર્તિથી ઝડપી વિકેટઃ વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરીઝની શરૂઆત થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.ઓસ્ટ્રેલિયન ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ છે. સીરાજ અને શમીએ 3-3 વિકેટ લીધી છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગમાં કમાલ કરી બતાવી છે.

મેચમાં ટોસ જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપી. ઓસ્ટ્રેલિયન બેસ્ટસમેન મિચેલ માર્શે પ્રથમ વખત ટ્રેવિસ હેડ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. હેડ જલદી આઉટ થયો પરંતુ માર્શે અડધી સદી ફટકારી હતી. કેપ્ટન સ્મિથ આઉટ થયા પછી માર્નસ લાબુશેન મેદાન પર આવ્યો હતો. ટેસ્ટની જેમ લબુશેનને વનડેમાં પણ જાડેજાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. આ તેની 300મી આંતરરાષ્ટ્રીય મેચ છે. જાડેજાએ 64 ટેસ્ટ અને 64 ટી20 મેચ રમી છે. જ્યારે આજે 172મી વન ડે મેચ રમી રહ્યો છે.

મુંબઈમાં રમાઈ રહેલી વન ડેમાં 23 મી ઓવર કરવા માટે કુલદીપ યાદવ આવ્યો હતો. જેના ચોથા બોલે માર્નસ લબુશેને કટ શોટ માર્યો હતો. પરંતુ ફિલ્ડિંગ ભરી રહેલા જાડેજાએ જમણી બાજુ અદ્ભૂત જંપ લગાવીને તેનો શિકાર કર્યો. આ એવો અદભૂત કેચ હતો જેણે જોયા તે વખાણ્યા વિના રહી શક્યા નથી. ડાબોડી બોલિંગ બેટિંગ કરનારા જાડેજાએ જમણા હાથએ અદ્ભૂત કેચ પકડ્યો હતો. કોમેન્ટેર પણ તેનાથી ખુશ થઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નાગપુર ટેસ્ટના પ્રથમ અને બીજા દાવમાં જાડેજાએ લાબુશેનનો શિકાર બનાવ્યો હતો. દિલ્હી ટેસ્ટમાં પહેલા દાવમાં અશ્વિને તેને આઉટ કર્યો હતો, પરંતુ બીજા દાવમાં જાડેજાએ તેને ક્લીન બોલ્ડ કરીને પરત મોકલી દીધો હતો. ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં પણ લબુશેન જાડેજાના હાથે ક્લીન બોલ્ડ થયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ

Siddhi Sheth

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth
GSTV