GSTV
Home » News » Video: બ્લાઇન્ડ ડેટ પર યુવતીને જોતા જ…રાહુલ-પંડ્યા કરતાં પણ મોટી ‘ભૂલ’ કરી ચૂક્યો છે કોહલી

Video: બ્લાઇન્ડ ડેટ પર યુવતીને જોતા જ…રાહુલ-પંડ્યા કરતાં પણ મોટી ‘ભૂલ’ કરી ચૂક્યો છે કોહલી

ટીવી શૉ કૉફી વિથ કરણ દરમિયાન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણી માટે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલની ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાંથી હકાલપટ્ટી થઇ ગઇ છે. બીસીસીઆઇના COA સાથે ઇમેઇલ સંવાદમાં આ જાણકારી મળી છે કે આ ખેલાડીઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવી શકે છે. જેમ કે હાર્દિક અને લોકેશ વિરુદ્ધ 15 દિવસ સુધી તપાસ સમિતી બેસાડવામાં આવી શકે છે. તેના અનુસાર પંડ્યા અને રાહુલ ઓસ્ટ્રેલિયા સામે સમગ્ર વન ડે સીરીઝમાંથી બહાર થઇ શકે છે. આ બંને ખેલાડીઓને ભારત પરત આવવું પડે તેવું પણ બને.

તેવામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહોલીની એક કમેન્ટને લઇને લોકો સવાલ કરી રહ્યાં છે. આ વીડિયો આશરે 10 વર્ષ જૂનો છે.

આ દરમિયાન એક રિપોર્ટરના સવાલનો જવાબ આપતાં કોહલીએ જણાવ્યું હતું કે, હું એકવાર બ્લાઇન્ડ ડેટ પર ગયો હતો જે 5 મિનિટમાં પૂરી થઇ ગઇ હતી કારણ કે હું યુવતીને જોતાં જ ભાગી ગયો હતો. સાથે જ તેણે કહ્યું કે તે ખૂબ જ કદરૂપી હતી. હવે આ જ કમેન્ટને લઇને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે તે સમયે કોહલી આટલો મોટો સ્ટાર ન હતો. તેથી તેની આ કમેન્ટ પર કોઇનું ધ્યાન ગયું ન હતું. મહત્વની વાત એ છે કે તે સમયે કોહલી યુવા હતો અને ત્યારથી લઇને અત્યાર સુધી કોહલીના જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે.

જણાવી દઇએ કે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ દ્વારા એક ટીવી શૉમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર હવે કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન પણ સામે આવ્યું છે. કોહલીએ પંડ્યાના નિવેદનનું સમર્થન ન કર્યુ પરંતુ સાથે જ તેણે કહ્યું કે તેની ટીમ પ્રત્યે જે ભાવના છે તેમાં ઉણપ નહી આવે. ઓસ્ટ્રેલિયામાં એક પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હોવા અને જવાબદાર ક્રિકેટર હોવાના કારણે અમે તેમના નિવેદન અને વિચારો સાથે સંબંધ ધરાવતાં નથી. તે તેમના અંગત વિચાર છે.

Read Also

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!