GSTV
Home » News » અરે કાલિયા, આજે તારી મમ્મી…. પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાઝની video clip જગજાહેર

અરે કાલિયા, આજે તારી મમ્મી…. પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાઝની video clip જગજાહેર

ડર્બનમાં રમાયેલી બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યુ હતું. આ વિજય પછી દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 1-1થી બરાબરી કરી છે. આ મેચ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ વિવાદમાં ફસાયા છે. સરફરાઝ અહમદે દક્ષિણ આફ્રિકના ઑલ-રાઉન્ડર એન્ડિલ ફિલક્વાયો પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ મૂક્યો છે. સરફરાઝ અહેમદ પર આરોપ છે કે તેણે એન્ડિલની માતા વિશે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી. સરફરાઝ અહમદનો આ વિડિઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જો સરફરાઝ અહમદ અભદ્ર ટિપ્પણી કરવામાં દોષી ઠેરવવામાં આવશે તો ઓછામાં ઓછા 4 ટેસ્ટ અથવા 8 વન-ડે માટે બેન થઈ શકે છે. આ સમગ્ર કેસ મેચમાં દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સમાં 37મી ઓવર પર બન્યો હતો. ઓવરનાં ત્રીજા બોલમાં એન્ડિલ જેવો એક રન લીધો કે તરત જ આ અભદ્ર ટિપ્પણી કરી હતી. અને વાત માઈકમાં કેદ થઈ ગઈ. એટલે બાબત વધી ગઈ હતી. સરફરાઝે ટિપ્પણી કરતા કહ્યું હતું કે ‘અરે કાલીયા! આજે તારી માતા ક્યાં છે? શું ચિંતા કરીને આવ્યો છે આજે?

આ પ્રકારની વંશીય ટિપ્પણી માટે ICC સામે સરફરાઝને બોલાવવામાં આવી શકે છે. જો તેને આઇસીસી કોડ 2.1.1 નો દોષી ઠેરવવામાં આવશે તો તેને 4 થી 8 સસ્પેન્શન પોઇન્ટની ભૂલને ભોગવવી પડશે.

READ ALSO

Related posts

કરીના કપૂર ભાઈના રોકા માટે જ્યારે એરપોર્ટ પર જ થવા લાગી તૈયાર, જુઓ VIRAL VIDEO

Mansi Patel

રાહુલ ગાંધીની સામે માનહાનિનો કેસ દાખલ કરશે વીર સાવરકરનાં પૌત્ર રંજીત સાવરકર

Mansi Patel

આપઘાતની દુષ્પ્રેરણા કરવા બદલ કોંગ્રેસી મહિલા આગેવાન સહિત છ લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!