GSTV
Cricket Photos Sports Trending

આ છે ક્રિકેટના ઇતિહાસના 5 એવા રેકોર્ડ જેવા વિશે તમે નહીં સાંભ્યું હોય, વર્ષોથી કોઇ પણ નથી કરી શક્યુ બરાબરી

રેકોર્ડ

Cricket Unique Records: તમે ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનતા અને તૂટતા જોયા હશે. ખેલાડીઓની દુનિયા રેકોર્ડની આસપાસ ફરે છે, પરંતુ ક્રિકેટની દુનિયામાં કેટલાક એવા વિચિત્ર રેકોર્ડ છે જે બહુ ઓછા લોકો જાણે છે. આટલા વર્ષોથી કોઈ આ રેકોર્ડ તોડી શક્યું નથી. તેમાં કેટલાક એવા તથ્યો પણ છે જે તમે પહેલા ક્યારેય વાંચ્યા નથી.

પ્રથમ બોલ પર સૌથી વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ

ટેસ્ટ મેચના પ્રથમ બોલ પર સૌથી વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામે છે. સુનિલ ગાવસ્કર 3 વખત ટેસ્ટ મેચના પ્રથમ બોલ પર આઉટ થયા છે. અત્યાર સુધી કોઈ આ રેકોર્ડ તોડી શક્યું નથી. ભારતના સૌથી સફળ બેટ્સમેનોમાં સુનીલ ગાવસ્કરનું નામ આવે છે.

મેચના પ્રથમ બોલ પર સિક્સર ફટકારવાનો રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે એકમાત્ર એવો બેટ્સમેન છે જે ટેસ્ટ મેચના પ્રથમ બોલ પર સિક્સર ફટકારી શકે છે. ગેઈલે 2012માં બાંગ્લાદેશ સામે આ સિદ્ધિ મેળવી હતી.

એક ટેસ્ટ મેચમાં 19 વિકેટ લેવાની સિદ્ધિ

ઈંગ્લેન્ડના બોલર જિમ લેકરે એક ટેસ્ટ મેચમાં 19 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. આજ સુધી કોઈ બોલર આ રેકોર્ડ તોડી શક્યો નથી. ટેસ્ટ મેચમાં બનેલો આ ક્રિકેટનો સૌથી મોટો રેકોર્ડ છે. જિમ લેકરે આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 9 અને બીજી ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી.

વનડેમાં સતત ચાર વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ

સૌરવ ગાંગુલીના નામે એક ન સાંભળ્યો રેકોર્ડ પણ છે. ક્રિકેટ ઈતિહાસમાં સૌરવ ગાંગુલી એકમાત્ર એવો ખેલાડી છે જેણે વનડેમાં સતત ચાર વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય. તેણે 1997માં પાકિસ્તાન સામેની ODI શ્રેણીમાં સતત 4 મેન ઓફ ધ મેચનો પુરસ્કાર જીત્યો હતો.

સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ

શાહિદ આફ્રિદીએ 37 બોલમાં 11 સિક્સ અને 6 ફોર ફટકારીને તે સમયે સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ મેચમાં આફ્રિદીએ સચિન તેંડુલકરના બેટનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવમાં આફ્રિદી પાસે યોગ્ય બેટ નહોતું તેથી વકાર યુનિસે તેને રમવા માટે સચિનનું બેટ આપ્યું હતું.

Read Also

Related posts

‘થોડીક તો શરમ રાખો’: અભિષેકની સેલ્ફી લેવા ટોળું જામતાં જયા નારાજ, બધાને તતડાવ્યાનો વીડિયો વાયરલ

Hemal Vegda

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda
GSTV