GSTV

ભારતીય ટીમનાં સૌથી મોટી ઉંમરનાં ગુજરાતી ફૅનનું થયું નિધન, મેચ બાદ કોહલી, રોહિત મળવા પહોંચ્યા હતા

ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં ભલે હારી ગઈ હોય છતાં 87 વર્ષીય ભારતીય ચાહક ચારૂલતા પટેલે આ ટૂર્નામેન્ટમાં સૌનું દિલ જીતી લીધું હતું. બુધવારે બીસીસીઆઈએ ટ્વીટ કર્યું હતું કે ચારૂલતા પટેલનું નિધન થઈ ગયુ છે.

વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થયેલાં મુકાબલા દરમ્યાન લોકોએ ટીવી સ્ક્રીન પર 87 વર્ષનાં ચારૂલતા દેખાયા હતા. જે જોશમાં ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારી રહ્યા હતા. ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા હતા.

મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમના પગને સ્પર્શ કર્યો હતો. ચારૂલતાએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને થોડી વાર તેની સાથે વાતો કરતા રહ્યા. આ સમય દરમિયાન, કોહલીએ તેને વધુ મેચની ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. શ્રીલંકા સામેની મેચમાં તેણે આ વચન પૂરું કર્યું હતું.

કોહલી સિવાય રોહિત શર્મા પણ મેચ પુરી થયા બાદ તેમને મળવા માટે પહોંચી ગયો હતો. ચારૂલતાએ રોહિતને ભેટીને તેને વર્લ્ડકપ જીતવાનાં આશીર્વાદ આપ્યા હતા.

ચારૂલતા વ્હીલચેરની મદદથી સ્ટેડિયમાં પહોંચી હતી. તો ક્રિકેટરો અને ક્રિકેટ એક્સપર્ટે તેમના ઉત્સાહનાં વખાણ કર્યા હતા. બીસીસીઆઈએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. અને લખ્યુ છે કે, તેઓ હંમેશા ભારતીય ફેન્સનાં હ્દયમાં રહેશે.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર: દેશમાં લોકડાઉન વચ્ચે કોરાના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો

pratik shah

Coronaએ આ દેશમાં ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ: 24 કલાકમાં 151ના મોત, 2400 નવા કેસ

Bansari

પહેલા થાળી-ચમચી હવે દિવો, Corona સામેની લડાઈમાં દિકરાની સાથે ઉભા છે PMના માતા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!