GSTV
Home » News » ઈજા બાદ પણ શિખર ધવને દેખાડી ગબ્બર સ્ટાઈલ, સામે આવ્યો વીડિયો

ઈજા બાદ પણ શિખર ધવને દેખાડી ગબ્બર સ્ટાઈલ, સામે આવ્યો વીડિયો

ટીમ ઈન્ડિયામાંથી ઈજાને કારણે બહાર કરાયેલાં શિખર ધવને ટ્વીટર ઉપર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોની સાથે તેણે લખ્યુ હતુકે, “તમે આ સ્થિતીને તમારા ખરાબ સપનાઓ બનાવી શકો છો અથવા તમે તેનો નવા અવસર તરીકે ઉપયોગ કરી શકો છો. મારી રિકવરી માટે આવેલાં તમારા મેસેજીસ માટે ધન્યવાદ.”

જીમમાં દેખાયા ધવન

શિખર ધવન તેના આ વીડિયોમાં લેગ વર્કઆઉટ કરતાં દેખાઈ રહ્યા છે. તેમના ડાબા હાથ ઉપર પ્લાસ્ટર બાંધેલુ છે. જ્યારે ટીમનાં અન્ય ખેલાડીઓ પણ આસ-પાસ વર્કઆઉટ કરતાં દેખાઈ રહ્યા છે.

ફિલ્ડીંગ કોચ શ્રીધરે જણાવ્યો રિકવરી પ્લાન

ટીમ ઈન્ડિયાનાં ફિલ્ડીંગ કોચ આર. શ્રીધરે શિખર ધવનના ડાબા હાથનાં અંગૂઠામાં થયેલી ઈજાને લઈને જણાવ્યુ હતુકે, અમે શિખર ધવનને હલકા બોલથી ટેસ્ટ કરીશું. ત્યારબાદ અમે ઈન્ટરનેશનલ લેવલનાં બોલથી પ્રેક્ટિસ કરીશું. જે ચેલેન્જીંગ છે. પરંતુ જો શિખર ધવન તેમાં ઠીક રહેશે તે એ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર રહેશે.

પાકિસ્તાનની સામે મેચ માટે તૈયાર

વિરાટ કોહલીએ રવિવારે પાકિસ્તાનની સામે થવાના મુકાબલા માટે તેનું મંતવ્ય રાખ્યુ છે. વિરાટે કહ્યુ હતુકે, જેવા તમે પાકિસ્તાનની સામે મેદાનમાં ઉતરો છો. આખો માહોલ શાંત થઈ જાય છે. તે મેચ અમે અમારી રણનીતિ મુજબ રમીશું. પાકિસ્તાન સામે મેચ રમવીએ ગૌરવની વાત છે.

READ ALSO

Related posts

લો બોલો આ મહીલાએ એરપોર્ટ પર લગેજ ફાઈન ના ચૂકવવો પડે તે માટે રચ્યું તિકડમ!

pratik shah

7 કેમ્પ ભસ્મીભૂત, 15 આતંકી અને 10 પાકિસ્તાની જવાનોને ઈન્ડિયન આર્મીએ બનાવ્યા નિશાન

Mayur

આ કામ કરતી વખતે કરો ‘પેશાબ’, પાણી બચાવવા માટે આ દેશે લોકોને આપી આવી સલાહ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!