GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

શિખર ધવનનો ઈમોશનલ મેસેજ, વીડિયો નાખીને વર્લ્ડકપને કહ્યુ અલવિદા

ભારતનાં જોરદાર બેટ્સમેન શિખર ધવન ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019માંથી બહાર થઈ ગયો છે. અંગૂઠા પર ઈજા થવાને કારણે ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટમાંથી તેને બહાર જવું પડ્યુ છે. આ વિષયમાં ધવને સોશિયલ મીડિયા દ્વારા ઈમોશનલ મેસેજ આપ્યો છે. તેણે આ મુશ્કેલ સમયમાં સાથી ખેલાડીઓ અને ફેન્સનો આભાર માન્યો છે.

સાથે જ કહ્યુ છેકે, તેઓ ઠીક નહી થઈ શકે, પરંતુ ખેલ રોકાવો ન જોઈએ.  ધવનની જગ્યાએ યુવા વિકેટકીપર ઋષભ પંતની ભારતીય ટીમમાં પસંદગી કરાઈ છે. ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમ્યાન પૈટ કમિંસના બોલ પર અંગૂઠા ઉપર ઈજા થઈ હતી.

ધવને વીડિયો પોસ્ટ કરતાં કહ્યુ હતુકે,”હું આ મેસેજ આપતા ભાવુક છુકે, હું ક્રિકેટ વર્લ્ડકપ 2019માં હવે ભાગ નહી લઈ શકુ. દુર્ભાગ્યથી અંગૂઠાની ઈજા સમય ઉપર ઠીક નહી થઈ શકે. પરંતુ રમત યથાવત રહેવી જોઈએ. મેરી ટીમનાં સાથીઓ, ક્રિકેટના ચાહકો અને આખા દેશમાંથી જે પ્રેમ મળ્યો છે તેના માટે હું આભારી છું, જય હિંદ.”

તેમણે આગળ કહ્યુ હતુકે, છોકરાઓ હાલમાં સારું રમી રહ્યા છે. અને આગળ પણ સારુ પ્રદર્શન કરે એવી આશા છે. અને આશા છેકે વર્લ્ડ કપ પણ જીતી લે. અમારા માટે પ્રાર્થના કરતા રહો. તમારી પ્રાર્થના અમારા માટે ઘણી જરૂરી અને ખાસ છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમ્યાન ઈજા થવા છતા પણ તેમણે શતક લગાવી હતી.

તેણે 117 રનની ઈનિંગ પર ભારતના 300થી વધુ રન બનાવ્યા હતા. ભારતે તે મેચ બહુજ આરામથી જીતી હતી. ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર સુનિલ સુબ્રમણ્યમે ધવન વિશે જણાવ્યુ હતુકે, શિખર ધવનના ડાબા હાથનાં અંગૂઠાના નીચેના હિસ્સામાં ફ્રેક્ચર થયુ છે. જૂલાઈનાં મધ્ય સુધી તેના હાથમાં પ્લાસ્ટર રહેશે. જેને કારણે તેને ICC વર્લ્ડકપમાંથી બહાર કરાયા છે. અમે રિપ્લેસમેન્ટમાં ઋષભ પંતનું નામ મોકલ્યુ છે.

READ ALSO

Related posts

રાશિદ ખાને આપ્યુ મોટું નિવેદન, કહ્યુ-અફઘાનિસ્તાન વર્લ્ડકપ જીત્યા બાદ કરશે લગ્ન

Mansi Patel

અમિતાભનાં ચારેય બંગલાને BMCએ કર્યા સીલ, બચ્ચન પરિવારનાં 4 સદસ્યો છે કોરોના પોઝીટીવ

Mansi Patel

શિખર ધવનનો 6 વર્ષનો પુત્ર બનાવી રહ્યો રોટલી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વીડિયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!