GSTV

ભારતીય ટીમ માટે સિલેક્ટ થઈ આ છોકરી, સચિનની એક ઝલક જોઈ લીધો નિર્ણય

Last Updated on September 6, 2019 by

પાંચ વર્ષ પહેલા આંખોમાં આશાના કિરણ સાથે શેફાલી વર્મા લાહલીના મેદાનમાં તેના આદર્શ એવા સચિન તેંડુલકરની ઝલક માટે પહોંચી હતી અને ત્યારે જ આ 10 વર્ષની છોકરીએ નિર્ણય લીધો કે તે મેચમાં જોડાશે. 15 વર્ષની શેફાલીને દક્ષિણ આફ્રીકા સામે ટી20 સીરીઝ માટે ગુરુવારના દિવસે ભારતીય ટીમમાં જગ્યા મળી ગઈ.

લાહલીમાં થયેલી આ મેચ કંઈ સાધારણ નહોતી. પણ આંતરરાષ્ટ્રીય સંન્યાસ પહેલા તેંડુલકર તેની છેલ્લી રણજી મેચ રમી રહ્યો હતો. શેફાલીએ કહ્યું કે, ‘ જેટલા સચિન સરને જોવા માટે અંદર ઊભા હતા એટલા જ બહાર ઊભા હતા. ત્યારે મેં અનુભવ્યું કે ભારતમાં ક્રિકેટર બનવું કેટલું મોટી વાત છે અને ખાસ કરીને ત્યારે જ્યારે સચિન સર જેવા પૂજનીય સર હોય.

હું તે દિવસને ક્યારેય નહીં ભૂલી શકું. મારી ક્રિકેટ યાત્રાની શરૂઆત ત્યાંથી જ થઈ હતી.’ ભારતીય ટીમ માટે પસંદ કરવામાં આવેલી યુવા ખેલાડી શેફાલીનો જન્મ રોહતકમાં થયો હતો તેની સફર શાનદાર રહી છે. તેણે પાંચ વર્ષ પહેલાં રમવાનું શરૂ કર્યું અને હરિયાણા માટે પહેલા ત્રણ સત્ર રમી ચુકી છે. શેફાલીનો મનપસંદ શૉટ સ્પિનર સામે છક્કો મારવો છે. શેફાલીએ સાથે એ પણ કહ્યું કે તેની પ્રિય ખેલાડી મિતાલી રાજ અને હરમનપ્રીત કોર છે. શેફાલી સૌથી પહેલા 2018-19માં આંતરરાષ્ટ્રીય મહિલા ટી20 ટૂર્નામેન્ટથી ચર્ચામાં આવી હતી.

તેમાં તેણે નાગાલેન્ડ સામે 56 બોલમાં 128 રનની જોરદાર બેટિંગ કરી હતી. તેના પછી આ વર્ષ આઈપીએલ દરમિયાન રમાનારી મહિલા ટી20 ચેલેન્જમાં તેણે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામે 31 મેચમાં 34 રન બનાવ્યા હતા. તેણે જણાવ્યું કે, ‘ તે ટીમમાં સિલેક્ટ થવાની રાહ જોઈ રહી હતી. મેં જયપુર ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું.’ શેફાલી રોહતકમાં આવેલી એકેડમીમાં ક્રિકેટ શીખી હતી. તેણે કહ્યું તેના 5 ભાઈ-બહેન ક્રિકેટ રમવાની ઈચ્છા ધરાવે છે.

Read Also

Related posts

IPL 2021 / કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 9 વિકેટે હરાવ્યું, 10 ઓવરમાં પ્રાપ્ત કર્યું લક્ષ્ય

Zainul Ansari

Big Breking / પાકિસ્તાનને મોટો ફટકો, ન્યૂઝીલેન્ડ પછી ઈંગ્લેન્ડે પણ પ્રવાસ કર્યો રદ

Zainul Ansari

સિદ્ધિ / વિરાટ કોહલીએ IPLમાં હાંસલ કરી આ ખાસ ઉપલબ્ધિ, આમ કરનાર પ્રથમ ખેલાડી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!