GSTV

IND vs PAK: પાકિસ્તાનીઓને છક્કા મારવા ઋષભ પંતના ડાબા હાથનો ખેલ, જુઓ વીડિયો

Last Updated on October 24, 2021 by Vishvesh Dave

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ મેચ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતીય ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ 13 બોલમાં ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીનો શિકાર બન્યા હતા. ચોથા નંબર પર બેટિંગ કરવા માટે સૂર્યકુમાર યાદવ પણ ખાસ કરી શક્યો નહોતો. આ પછી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને જવાબદારી સંભાળી. આ મેચમાં પંતે 30 બોલમાં બે ચોગ્ગા અને બે હાઈરાઈઝ સિક્સરની મદદથી 39 રન બનાવ્યા હતા.

હસન અલીના બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી

પંતે હસન અલીના બોલ પર સતત બે સિક્સર ફટકારી, પાકિસ્તાની બોલર હસન અલીને 11 ઓવરમાં જોરદાર રીતે ફટકાર્યો . આ ઓવરના બીજા બોલ પર પંતે એક હાથે અલીના લેગમાં લાંબી સિક્સર ફટકારી હતી. આગલા જ બોલ પર, પંતે ફરી એક હાથથી લોન્ગ ઑફ પર શાનદાર છગ્ગો ફટકાર્યો. પંતે આગલા બોલ પર બે રન અને 5 માં બોલ પર એક રન લીધો હતો. અલીની આ ઓવરમાં પંતે 15 રન બનાવ્યા હતા.

વિરાટ સાથે 53 રનની ભાગીદારી

ભારતીય ટીમની ત્રણ વિકેટ માત્ર 31 રન પર પડી ગઈ હતી. આ પછી, પંતે વિરાટ કોહલી સાથે 42 બોલમાં 53 રનની ભાગીદારી કરી. કેપ્ટન કોહલીએ 49 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 57 રનની ઇનિંગ રમી હતી. અગાઉ, પ્રથમ ઓવરમાં, શાહીન આફ્રિદીએ ચોથા બોલ પર જ ખાતું ખોલતા પહેલા રોહિત શર્માને લેગ બીફોર કરાવ્યો હતો. આ પછી શાહિને ત્રીજી ઓવરના પહેલા બોલ પર કેએલ રાહુલને આઉટ કર્યો હતો.

ALSO READ

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!