GSTV
Home » News » World Cup 2019: શિખર ધવનના સ્થાને રિષભ પંતને મળી શકે છે તક, આ 5 નામ પણ છે રેસમાં

World Cup 2019: શિખર ધવનના સ્થાને રિષભ પંતને મળી શકે છે તક, આ 5 નામ પણ છે રેસમાં

શિખર ધવનને ટીમમાંથી બહાર થવાના સમાચાર સામે આવ્યા છે, તેના રિપ્લેસમેન્ટને લઈ ચર્ચા થવા લાગી છે. ધવનની જગ્યા ઋષભ પંતનો વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ થઈ શકે છે. જોકે પંતને શ્રેયસ અય્યર, અંબાતી રાયડૂ, પૃથ્વી સો, મયંક અગ્રવાલ, રહાણેનો સામનો કરવો પડશે.

રહાણે અત્યારે ઈન્ગ્લેન્ડમાં જ કાઉન્ટી રમી રહ્યો છે. જોકે રહાણેની ગયા વર્ષની વનડે ક્રિકેટમાં તેના પ્રદર્શનને જોતા તેની સંભાવના ઓછી લાગે છે. રાયડૂ ઘણી વાર ટીમનો વિશ્વાસ જીતવામાં કામયાબ રહ્યો છે, પરંતુ વર્લ્ડ કપ પહેલા વિજય શંકરના શાનદાર પ્રદર્શનથી તે ટીમમાં તક લેવામાં નિષ્ફળ નિવડ્યો છે.

જેમાં મયંક અને પૃથ્વીને વન ડે ક્રિકેટનો કોઈ ખાસ અનુભવ નથી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિજ મયંકે સારું પ્રદર્શન કરીને પોતાની જગ્યા ટીમમાં જગ્યા બનાવી છે. આ રીતે શ્રેયસે અત્યાર સુધી 42 મેચોની સરેરાશ સાથે 6 મેચની પાંચ ઈનિંગમાં 210 રન બનાવ્યા છે. જેમાંથી બે અડધી સદી ફટાકારી છે.

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ICC વર્લ્ડ કપ 2019માં જોરદાર અભિયાનની શરૂઆત કરનારી ભારતીય ટીમ હવે ન્યુઝિલેન્ડ સામે શાનદાર મેચ રમવાની તૈયારી કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે રમી રહેલા ધવનને ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલની બોલિંગ વખતે બોલ વાગ્યો હતો અને બોલ વાગવા છતાં પણ તે રમ્યો હતો. દુખાવો થતો હોવા છતાં પણ 109 બોલ પર 117 રન કર્યા હતા. ત્યાર બાદ તેને અંગૂઠામાં આવેલા સોજાની જાણ થઈ હતી.

Read Also

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!