GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

Cricket વર્લ્ડકપ જીતાડનારો આ બોલર થઈ ગયો હતાશ, બાળકો સહિત છોડવા માગે છે દેશ

Cricket

ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં વન-ડે Cricket વર્લ્ડ કપનું આયોજન થયું હતું. ઇંગ્લેન્ડે પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો પણ ખરો. ન્યૂઝીલેન્ડ સામેની અત્યંત રોમાંચક બનેલી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ ટાઈ પડ્યા બાદ જીતી શક્યું હતું અને તેમાં મહત્વની ભૂમિકા ઝડપી બોલર લિયમ પ્લન્કેટે નિભાવી હતી. જોકે વર્લ્ડ કપ બાદ ઇંગ્લેન્ડની ટીમમાં લિયમ પ્લન્કેટ ન હતો. તેને ટીમમાંથી બહાર કરી દેવાયો હતો. ત્યાં સુધી પણ બરાબર પણ તાજેતરમાં કોરોના વાયરસ બાદ ઇંગ્લેન્ડની ટીમ ફરીથી મેદાનમાં આવવા માટે થનગની રહી છે. આ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ (Cricket)બોર્ડે 55 ખેલાડીની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પણ પ્લન્કેટનું નામ નથી.

દેશના 55 ખેલાડીમાં પણ સ્થાન નહીં મળતા હતાશ

જે ખેલાડીએ હજી એક વર્ષ અગાઉ ટીમને પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવી હોય તે તો આગામી બે-ત્રણ વર્ષ સુધી ટીમમાં હોય તેને બદલે દેશના મોખરાના 55 ખેલાડીમાં પણ પ્લન્કેટને તક આપવામા આવી નહી હોવાથી તે ભારે હતાશ થઈ ગયો છે. તેણે હવે દેશ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. માત્ર એકલો જ નહીં પરંતુ તે પોતાના સંતાનોને પણ ઇંગ્લેન્ડથી બહાર લઈ જવા માગે છે.

અમેરિકા જઈને વસવાનો પ્લાન

લિયમ પ્લન્કેટે બીબીસી રેડિયો પર એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે હવે ઇંગ્લેન્ડ છોડીને અમેરિકા જવા માગે છે. હું હજી ઘણુ ક્રિકેટ(Cricket) રમી શકું તેમ છું. જો ઇંગ્લેન્ડમાં તક નહીં મળે તો અમેરિકા જઇને ત્યાંથી ઇન્ટરનેશનલ ક્રિકેટ (Cricket) રમવાની મારી યોજના છે. લિયમ પ્લન્કેટની પત્ની અમેલિયા અર્બ અમેરિકન નાગરિક છે. પ્લન્કેટે જણાવ્યું હતું કે તે અમેરિકા જઈને વસવા માગે છે. આમ થશે તો તેના બાળકો પણ અમેરિકન નાગરિક બની જશે. તે અમેરિકામાં ક્રિકેટ(Cricket)ના વિકાસ માટે કામ કરી શકે તેમ છે.

આ ખેલાડી પણ વસ્યો USAમાં

જોકે આ માટે પ્લન્કેટે ત્રણ વર્ષ અમેરિકામાં રહેવું પડશે અને તો જ તે ત્યાંનો નાગરિક બની શકશે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાનો ડેનિયલ પિડ્ટ પણ આમ જ કરી રહ્યો છે. તે અમેરિકા ચાલ્યો ગયો છે અને અમેરિકન ક્રિકેટ (Cricket) ટીમમાં રમવા માટે તે ત્રણ વર્ષ સુધી રાહ જોનારો છે. પ્લન્કેટે ઇંગ્લેન્ડ માટે 13 ટેસ્ટમાં 41 વિકેટ અને વન-ડેમાં 135 વિકેટ ઝડપી છે. તે ટી20માં 25 વિકેટ લઈ ચૂક્યો છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!