GSTV
Home » News » ન્યુઝીલેન્ડમાં બે વન-ડે અને T-20માં નહીં હોય કોહલી, BCCIએ લીધો મોટો નિર્ણય

ન્યુઝીલેન્ડમાં બે વન-ડે અને T-20માં નહીં હોય કોહલી, BCCIએ લીધો મોટો નિર્ણય

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સીરીઝની છેલ્લી બે મેચ અને ત્રણ મેચની T-20 સીરીઝમાં આરામ અપાશે. કેપ્ટન કોહલીની ગેરહાજરીમાં “હિટમેન” રોહિત શર્મા ટીમનાં કેપ્ટન રહેશે.

ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ પ્રવાસની શાનદાર શરૂઆત કરી છે.બુધવારે રમાયેલી પ્રથમ વન-ડે માં ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને 8 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. પાંચ મેચની વન-ડે સીરીઝમાં ભારત 1-0થી આગળ છે.

BCCI એ પત્રકાર પરિષદમાં જણાંવ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી કોહલી પર કામનો બોજો વધારે હતો. કોહલીનાં વર્કલોડને હળવો કરવા માટે આ નિર્ણય લેવાયો છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે, પાછલા ઘણા મહિનાથી કોહલીનાં કાર્યભારને જોતા પસંદગી સમિતીનું માનવું છે કે ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં કોહલી આરામ કરે તે ભારત માટે મહત્વનું છે.

મહત્વનું છે કે બીસીસીઆઈએ એમ પણ જણાંવ્યું હતું કે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઇન્ડિયામાં કોહલીની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીને મોકો આપવામાં નહિ આવે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કે ન ફળ્યો હાર્દિકનો પ્રચાર, મળી કારમી હાર

Nilesh Jethva

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva

એક વર્ષ પહેલાં 23મેએ જ સાથે દેખાયા હતા વિપક્ષી દિગ્ગજો, આજે છે ખરાબ હાલત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!