GSTV
Home » News » VIDEO : કાર્તિકે એવો પકડ્યો કેચ કે દુનિયા કરી છે વાહવાહી, તમે પણ ચોંકી જશો

VIDEO : કાર્તિકે એવો પકડ્યો કેચ કે દુનિયા કરી છે વાહવાહી, તમે પણ ચોંકી જશો

ટિમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી પ્રથમ T-20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે શાનદાર ફિલ્ડીંગ કરીને લોકોનાં દિલ જીતી લીધા છે. કાર્તિકે લોગ ઓન બાઉન્ડ્રી પર ડેરિલ મિશેલનો કેચ પકડ્યો છે. જે કેચ પકડવાથી ચારે તરફ દિનેશ કાર્તિકનાં વખાણ થઈ રહ્યા છે.

દિનેશ કાર્તિકે 14.6 ઓવરમાં યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં ડેરિલ મિશેલનો કેચ પકડ્યો, જેથી લાખો ચાહકો કાર્તિકનાં વખાણ કરતા થાકતા નથી. જ્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર એક વિકેટનાં નુકસાન સાથે 114 રન હતો. ત્યારે દિનેશ કાર્તિકે વિકેટકિપર બેટ્સમેન ટિમ સેફર્ટનો કેચ છોડ્યો હતો.

કાર્તિકે એક લાજવાબ કેચનાં બદલે બબ્બે કેચ છોડ્યા હતાં. પહેલા સેફર્ટ અને ત્યારબાદ કાર્તિકે 18મી ઓવરનાં ત્રીજા બોલે રોસ ટેલરનો કેચ છોડ્યો હતો.

ટિમ સેફર્ટ (84) અને કેપ્ટન કેન વિલિયમસન (45)ની આક્રમક બેટિંગને કારણે ન્યુઝીલેન્ડે પહેલી ટી-20 મેચમાં ભારતને 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 20 ઓવરનાં મુકાબલામાં ન્યુઝીલેન્ડે 6 વિકેટનાં નુકસાન સાથે 219 રન બનાવ્યા હતાં.

READ ALSO 

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar