GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

T-20ની પ્રથમ મેચમાં ભારતનો ફ્લોપ-શો, જાણો કોણ છે વિલન?

વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમની કારમી હાર થઈ છે. યજમાન ન્યુઝીલેન્ડ ટીમે પહેલી ટી-20 મેચમાં 80 રન કરીને બાજી મારી હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ T-20 મેચમાં શર્મનાક હારનો રેકોર્ડ નોંધાવ્યો છે. કોણ છે ટીમ ઇન્ડિયાની હાર માટે જવાબદાર ખેલાડી. આ રહ્યો અહેવાલ.

ટીમ ઇન્ડિયાનાં એક્ટીંગ કેપ્ટન રોહિત શર્માની બેટીંગ અને કેપ્ટનશીપ બન્ને નબળી પુરવાર થઈ. ઓપનીંગ કરતી વેળા રોહીત શર્માએ માત્ર એક રન બનાવ્યો. આ સિવાય મેદાન પર ખેલાડીએનું મેનેજમેન્ટ પણ નબળુ હતું. વિજય શંકરને ત્રીજા નંબરે ઉતારવાનો રોહિતનો નિર્ણય ખોટો સાબિત થયો. વિજય શંકરે મેદાનમાં ઉતારતા જ બેટ્સમેનનો ક્રમ જળવાયો નહિ.

ટીમ ઇન્ડિયાનાં યુવા બેટ્સમેન રૂષભ પંતને મહેન્દ્રસિંહ ધોનીનાં સબસ્ટ્રેટ માનવામાં આવે છે. તેમ છતાં અનેક વખત તક આપવા છતાં પંત પોતાની જાતને સાબિત ન કરી શક્યો. પ્રથમ ટી-20 મેચમાં પંતે 10 બોલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

આ મુકાબલામાં મિડલ ઓર્ડર બેટ્સમેન દિનેશ કાર્તિકે લોન્ગ ઓન બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો. જો કે તેમણે મુખ્ય બે ખેલાડિનાં કેચ પણ છોડ્યા. આ સિવાય બેટીંગમાં પણ તેણે માત્ર પાંચ રન બનાવ્યા છે.

ટીમ ઇન્ડિયાનાં સ્વિંગ સ્પેશ્યાલિસ્ટ ભુવનેશ્વર કુમારે પણ વિરોધી ટીમને ખુબ રન કરવા દિધા. ભુવીએ ચાર ઓવરમાં 47 રન આપીને માત્ર એક વિકેટ ઝડપી.

આ સિવાય વિકેટકિપર અને બેટ્સમેન એમ એસ ધોની ટીમ ઇન્ડિયાની હાર માટે સૌથી વધારે જવાબદાર છે. ધોની એવા સમયે ક્રિઝ પર ઉતર્યા હતાં જ્યારે રન નોંધાવાવની ખુબ જરૂર હતી. પરંતુ ધોનીએ 31 બોલમાં પાંચ ચોગ્ગાની મદદ થી માત્ર 39 રન બનાવ્યા હતાં.

READ ALSO

Related posts

ચીનમાં એક મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે 19 કિલો

Karan

નરાધમે સગીરવયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા વાયરલ કર્યા

pratik shah

ગુજરાત હાઇકોર્ટે દેશના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટીસ કરી ઈશ્યુ, આ છે સમગ્ર મામલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!