GSTV
Home » News » ક્રિકેટ ફૈન્સ માટે માઠા સમાચાર: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ વિલન બનશે

ક્રિકેટ ફૈન્સ માટે માઠા સમાચાર: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ વિલન બનશે

વર્લ્ડ કપ 2019નો સૌથી મોટા અને રસપ્રદ મુકાબોલ માણવા માટે ક્રિકેટરસીકો પુરી રીતે સજ્જ છે. પરંતુ આ મેચમાં જો કોઇ વિલન બનશે તે તે વરસાદ છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે 9 વાગ્યે વરસાદ થવાની શક્યતા છે. ઇંગ્લૈન્ડનાં સમય પ્રમાણે સવારે 9 વાગ્યે મેચ શરૂ થશે. વરસાદને કારણે જ 4 મેચો રદ્દ કરવામાં આવી છે. ગઇકાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે રદ્દ કરવાની ફરજ પડી હતી. મેચમાં ટોસ પણ ન થઇ શક્યો. જો કે અહિં સવાલ એ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેર પર વરસાદનું સંકટ ઘેરાય રહ્યું છે. ક્યાંક ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં હાઇ-વોલ્ટેજ મુકાબલામાં વરસાદ પાણી ન ફેરવી દે.

southampton cricket

ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર એ છે કે રવિવારે માન્ચેસ્ટરમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તે રવિવારે માન્ચેસ્ટરમાં વરસાદ થવાની 75 ટકા શક્યતા છે. માન્ચેસ્ટરમાં સવારથી લઇને સાંજ સુધી ત્રુટક-ત્રુટક વરસાદ થતી રહેશે. તેવામાં અત્યારે બે જ વિકલ્પ છે. એક તો મેચ થશે, પરંતુ તેને અધવચ્ચે જ રોકવાની ફરજ પડે. બીજુ, મેચ રદ્દ કરવા પડે.

એક્યુવેધરનાં જણાંવ્યા પ્રમાણે માન્ચેસ્ટરમાં 16 જુને દિવસભર વાદળો ઘેરાયેલા રહેશે. સવારે 9 વાગ્યે, 11 વાગ્યે અને બપોરે 3 વાગ્યે વરસાદની શક્યતા છે. જો અનુમાન પ્રમાણે ચાલીએ તો, મેચ સમય કરતા મોડી શરૂ થશે. તેમજ વચ્ચે-વચ્ચે વરસાદ વિલન બનશે. સૌથી મોટી વાત એ છે કે જુન મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વરસાદ માન્ચેસ્ટર શહેરમાં પડ્યો છે. આ મહિને માન્ચેસ્ટરમાં 71 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે.

….તો 50 ઓવરનો જ મેચ નહિં થાય

વરસાદ વિઘ્ન બનશે તો ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ પણ થઇ શકે છે. જો વરસાદને કારણે મેચ મોડે મોડે શરૂ થાય તો પુરી શક્યતા છે કે, 50 ઓવરનો મેચ ટુંકાવી દેવામાં આવે અને ઓવર ઓછા કરવા પડે.

ICCની ની ફજેતી

આ વખતે વર્લ્ડ કપમાં ચોથો મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ ઇતિહાસમાં ક્યારેય આટલા મેચ વરસાદને કારણે રદ્દ નથી થયાં. ઇંગ્લેનેડમાં રમાતા આ વર્લ્ડ કપમાં 7 જુને પહેલો મેચ રદ્દ થયો હતો. આ મેચ બ્રિસ્ટલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયો હતો. સોમવારે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી મેચમાં પણ માત્ર 7.3 ઓવર સુધી જ મેચ રમાયો હતો. વરસાદનાં ખલેલને કારણે અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.

READ ALSO

Related posts

ભાજપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રામ ગર્ગનું નિધન

Mayur

વિરાટ કોહલીએ શેર કર્યો વર્કઆઉટ વીડિયો, યુઝર્સે ઉતાર્યો વર્લ્ડ કપ હારવાનો ગુસ્સો

Arohi

વિશ્વના આ શક્તિશાળી દેશે ક્રિક્રેટને રમત તરીકે માનવાનો કર્યો ઈનકાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!