GSTV
Home » News » ચહલે છેલ્લી વિકેટ લઈને ન્યુઝીલેન્ડને સંકેલી નાખ્યું! 90 રનથી ભારતની જીત, 2-0થી આગળ

ચહલે છેલ્લી વિકેટ લઈને ન્યુઝીલેન્ડને સંકેલી નાખ્યું! 90 રનથી ભારતની જીત, 2-0થી આગળ

ભારતે ન્યૂઝિલેન્ડને 90 રનથી હરાવી દીધુ છે અને હવે શ્રેણીમાં 2-0થી આગળ વધી રહ્યું છે. ફર્ગ્યુસન છેલ્લી વિકેટનાં સમયમાં ચહલનો શિકાર બન્યો. તેની સાથે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 40.2 ઓવરમાં 234 રન સાથે સંકેલાઈ ગઈ. ભારતે 90 રનથી મેચ જીતી લીધી. શ્રેણીમાં 2-0નો વધારો લઈ લીધો છે.

ભારતના બેટ્સમેનોના સુંદર પર્ફોમન્સ બાદ બોલર્સે પણ સતત સારું પ્રદર્શન ચાલુ રાખ્યું. બીજી વનડેમાં 325 રનનો પીછો કરી રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર રનમાં 234 ઓલઆઉટ થઈ ગઈ. ભારત બોલર્સમાં સૌથી સફળ કુલદીપ યાદવ રહ્યો તેણે 4 વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમાર અને ચહલે બે- બે વિકેટ લીધી જ્યારે શમી, જાદવને એક-એક સફળતા મળી. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર બાર્સવેલ જ 50નો આંક આબી શક્યો તેણે 57 રન કર્યા. આમ 5 વનડેની સીરીઝમાં ભારત 2-0થી સરસાઈ મેળવી ચૂક્યું છે.

જો આગળની હાઈલાઈટ પર ધ્યાન દોરીએ તો..

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વનડે સીરિઝનો બીજો મુકાબલો માઉન્ટ માઉન્ગાનુઈમાં રમવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ મુકાબલામાં શાનદાર બેટિંગ કરીને 324/4નો સ્કોર કર્યો છે. ન્યૂઝીલેન્ડે જીત માટે 325 રન બનાવવા પડશે. છેલ્લે એમએસ ધોની (48) અને કેદાર જાધવએ (22) જોરદાર બેટિંગ કરી અને પાંચમી વિકેટ માટે 26 બોલમાં 53 રન કર્યા.

ધોનીએ ફક્ત 33 બોલમાં 48 રન બનાવ્યા અને 5 ચોકા, 1 છગ્ગો લગાવ્યો. જાધવે ફક્ત 10 બોલમાં 22 રન કરી લીધા. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે છેલ્લી એવરમાં 21 રન કર્યા અને 324/4નો મોટો સ્કોર ઉભો કર્યો.

આ પહેલા ભારત માટે બન્ને ઓપનર્સે શાનદાર બેટિંગ કરી અને પોત પાતાના અડધા સતક બનાવ્યા. રોહિત શર્મા 87 રન (96 બોલ) બનાવીને આઉટ થયા ત્યાજ શિખર ધવને 67 બોલ પર 66 રન બનાવીને પવેલિયન પાછા ફરી ગયા. આ બન્ને બેટ્સમેનોએ પહેલી વિકેટ માટે 25.2 ઓવરમાં 154 રનોની વિશાળ ભાગેદારી કરી. કેપ્ટન વિરાટ કોહલીએ પણ 45 બોલમાં 43 રનોની સારી ઈનિંગ રમી. સાથે જ અંબાતિ રાયડૂએ 49 બોલમાં 47 રન બનાવ્યા.

તમને જણાવી દઈએ કે પહેલી મેચમાં જીત મેળવ્યા બાદ હવે ભારત બીજી વનડે મેચમાં ન્યૂઝિલેન્ડ સામે જીત મેળવવાના ઈરાદાથી મેદાનમાં ઉતર્યું છે. નેપિયરમાં યોજાયેલી પહેલી મેચમાં ભારતે 8 વિકેટ વિજય મેળવ્યો હતો. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની આ બીજી વનડે માઉંટ માઉગાનૂઈમાં થઈ રહી છે. જેમાં ભારતે પહેલા ટોસ જીતી બેટીંગ લીધી છે.

ભારત આ મેચમાં કોઈ પણ પ્રકારના બદલાવ વિના ઉતરી છે. જો કે ન્યૂઝિલેન્ડની ટીમમાં બે બદલાવ થયા છે. મિશેલ સેંટનરની જગ્યાએ લેગ સ્પિનર ઈશ સોઢીને જગ્યા મળી છે. તો બીજી તરફ ટીમ સાઉદીની જગ્યાએ કોલિન ડી ગ્રાંડહોમને ટીમમાં જગ્યા મળી છે.

બીજી વનડે પહેલા ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેટ બોલ્ટનું લક્ષ્ય ભારતના ઘાતક બેટ્સમેનોને પવેલિયન મોકલવાનું હતુ. ભારતીય ટીમની બેટીંગ લાઈન અપ તોડવામાં ન્યૂઝિલેન્ડ નિષ્ફળ ગયું તો ભારતની ટીમે એક મોટો સ્કોર ઉભો કરી લીધો છે. જેને ન્યૂઝિલેન્ડની ટીમે પાર કરવો મુશ્કેલ રહેવાની સંભાવના છે.

READ ALSO

Related posts

પ્રિયંકા ચતુર્વેદી અને અમૃતા ફડણવીસ વચ્ચે ટ્વીટર વોર, ‘આરે’ પર આમને સામને

Nilesh Jethva

અસમનાં ડિબ્રૂગઢમાં રેલ દુર્ઘટના, પાટા પરથી ઉતર્યા માલગાડીનાં સાત ડબ્બા

Mansi Patel

લા ગિલા: સ્ટાર મેસીનો વધુ એક ધમાકો, હેટ્રિકથી તોડ્યો રોનાલ્ડોનો રેકોર્ડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!