GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ટીમ ઈંડિયા માટે કમજોર કડી બન્યો આ બોલર, સતત 7 બોલમાં આપ્યા 7 ચોક્કા

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજકોટમાં રમાયેલી બીજી ટી-20 મેચ ભલે રોહિત શર્માની કેપ્ટનશિપ વાળી ટીમ ઈંડિયાએ જીતી લીધી છે. પરંતુ આ મેચ દરમિયાન બોલિંગ અને ફિલ્ડિંગ દરમિયાન ટીમની કેટલીક ખામીઓ પણ સામે આવી છે. જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીની ગેર હાજરીમાં ખલીલ અહમદની પાસે ટીમમાં જગ્યા પાક્કી કરવાની તક હતી.

પરંતુ પહેલી બે ટી20 મેચોમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કરવામાં નાકામયાબ રહ્યો હતો. ત્યારે રાજકોટ ટી20માં પણ ખલીલ અહમદ જ્યારે બોલિંગ કરવા આવ્યો હતો. ત્યારે સતત 3 ચોક્કાથી તેનું સ્વાગત કર્યું હતું. આ રીતે તેણે 2 મેચોમાં સતત 7 ચોક્કા લીધા. તેણે બે મેચ દરમિયાન સતત શોર્ટ પિચ પર બોલિંગ કરી અને તેનું પરિણામ તેણે જ ભોગવવું પડ્યું હતું. પરંતુ જ્યારે તેણે બોલને ગુડ લેન્થ પર રાખી અથવા સ્ટેપ્સના પાસે પિચ કરાવી, તો બેટ્સમેનને રન બનાવવામાં તકલીફ થવા લાગી હતી. પોતાના આ પ્રદર્શનથી તેમને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈંડિયામાં જગ્યા બનાવવી મુશ્કેલ થઈ ગઈ હતી.


રાજકોટમાં ખલીલના બોલ પર સતત 9 ચોક્કા

ખલીલ અહમદે રાજકોટ ટી20માં તેની 4 ઓવરમાં 44 રન આપ્યા અને 1 વિકેટ લીધી હતી. તેણે 11 ઈકોનોમીથી રન બનાવ્યા હતા, જ્યારે આ મેચ પહેલા ટી20 મેચોમાં તેણે 8.81 રન પ્રતિ ઓવર આપ્યા હતા. રાજકોટમાં તેની બોલિંગ પર બાંગ્લાદેશી ટીમે 9 ચોક્કા લીધા. આ કોઈ પણ ભારતીય બોલિંગ માટે સૌથી વધારે હતું.

બાકી બોલરોમાં 2 સિવાય કોઈએ બાઉન્ડ્રી નથી આપી. તેણે પોતાના ટાઈમ પહેલાની ઓવરમાં સતત 3 ચોક્કા માર્યા. તેના પછી બીજી ઓવરમાં સતત 2 ચોક્કા માર્યા હતા. તેણે જ્યારે પણ બોલ શોર્ટ રાખ્યો ત્યારે તેના બોલ પર રન બનાવ્યા. ખલીલ અહમદ ટી20 મેચોમાં ઘણાં રન આપે છે, પરંતુ વિકેટ લેવામાં પણ માહિર છે, અત્યાર સુધી તેણે 38 ટી20 મેચ રમ્યો છે અને તેમાં તેના નામે 61 વિકેટ છે. આ દરમિયાન તેની ઈકનોમી 8ની સ્ટ્રાઈક રેટ 14નો રહ્યો છે. જો તેની આઈપીએલ કરિયર પર નજર કરીએ તો સામે આવે છે કે તેના નામે 11.95ની સ્ટ્રાઈક રેટથી 19 વિકેટ છે. તે દરમિયાન તેની ઈકનોમી 8.59ની રહી છે.

Read Also

Related posts

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah

નિકોલની પંચામૃત નર્સિંગ કોલેજની ફી મામલે વાલીઓમાં ભારે રોષ, જો હૂકમી સામે નોંધાવ્યો વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!