GSTV
Cricket Sports Trending

ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા

T20 લીગ આવતા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થવા જઈ રહી છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવા દેશો બાદ દક્ષિણ આફ્રિકા અને UAEએ પણ T20 લીગના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું છે. જોકે, T20 લીગના વધતા પ્રભાવને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ભવિષ્યને લઈને એક નવી ચર્ચા જાગી છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવનું માનવું છે કે ક્રિકેટ હવે ફૂટબોલના માર્ગે ચાલી રહ્યું છે.

કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બચાવવા માટે ICCને આગળ આવવા વિનંતી કરી છે. પૂર્વ સુકાનીએ કહ્યું કે, ક્રિકેટ ફૂટબોલના માર્ગ પર શરૂ થઈ છે. T20 લીગના વધતા પ્રભાવ વચ્ચે ICCએ ODI અને ટેસ્ટને બચાવવા માટે પહેલ કરવી જોઈએ.

કપિલ

ફૂટબોલનું ઉદાહરણ આપતા કપિલ દેવે કહ્યું, “ફૂટબોલમાં ફીફા વર્લ્ડ કપ ચાર વર્ષ પછી થાય છે. ફૂટબોલ વાળા દેશો એકબીજા સામે આ રીતે રમતા નથી. ખેલાડીઓનું ધ્યાન તેમની ક્લબ પર રહે છે અને તેઓ માત્ર વર્લ્ડ કપ રમે છે.

કપિલ દેવે આ ચિંતા વ્યક્ત કરી

કપિલ દેવે વધુમાં કહ્યું કે, “ક્રિકેટ પણ હવે એ જ રસ્તે ચાલી રહી છે. IPL અને T20 લીગ ખેલાડીઓ માટે પ્રાથમિકતા બની રહી છે. આઈસીસીએ આમાં આગળ આવવું જોઈએ. માત્ર ક્લબ ક્રિકેટ જ નહીં પરંતુ ટેસ્ટ મેચ પણ ચાલુ રાખવી જોઈએ. જો આમ નહીં થાય તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું સ્થાન વિશ્વ કપ સુધી જ રહેશે.

તમને જણાવી દઈએ કે કપિલ દેવ સિવાય અન્ય ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડરના કારણે ખેલાડીઓ પર દબાણ પણ વધી રહ્યું છે.

Related posts

બચ્ચાંઓ સાથે પાણીની શોધમાં નીકળ્યો તરસ્યો વાંદરો, વ્યક્તિએ કર્યું દિલ જીતી લેવાવાળું કામ

Hemal Vegda

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

લગ્નજીવનને ખુશહાલ બનાવવા માટે અપનાવો આ 5 ટિપ્સ, જીવન બની જશે ‘ગુલઝાર’

Hemal Vegda
GSTV