GSTV
Cricket Sports Trending

ક્રિકેટ / વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં આયર્લેન્ડનો કરશે પ્રવાસ, આયર્લેન્ડનું એલાન

ભારત અત્યારે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ રમી રહી છે ત્યારે આ શ્રેણી આગામી વર્લ્ડકપ પહેલા ખૂબ મહત્વની મનાઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઓગસ્ટ માસમાં ટીમ ઈન્ડિયા ટી-20 શ્રેણી માટે આર્યલેન્ડનો પ્રવાસ કરશે. આ અંગેની જાણકારી ક્રિકેટે આપી છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે આર્યલેન્ડમાં જ ભારતીય ટીમે હાર્દિક પંડ્યાએ આગેવાનીમાં બે મેચોની સીરીઝમાં ટીમની કમાન સંભાળી હતી.

આ વર્ષના અંતમાં જ ઘરઆંગણે વન-ડે વર્લ્ડકપ યોજાવાનો છે જેના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ હાર્દિક પંડ્યાને આર્યલેન્ડ સામે ટી-20 શ્રેણીમાં રમાડીને જોખમ ઉઠાવે છે કે નહીં. વર્લ્ડકપની તૈયારીના પગલે આ શ્રેણીનું કોઈ ખાસ મહત્વ રહેશે નહીં.

ક્રિકેટ આયર્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વોરેન ડ્યુટ્રોમે જણાવ્યું હતું કે, “2023નો ઉનાળો પુરૂષ ક્રિકેટ માટે ઉજવણી સમાન હશે. ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ હશે. અમે આજે પુષ્ટિ કરી શકીએ છીએ કે ભારત સતત બીજા વર્ષે આયર્લેન્ડનો પ્રવાસ કરશે. અમારી ટીમ આ મે મહિનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ વનડે શ્રેણીમાં ભાગ લેશે.

READ ALSO

Related posts

ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો

pratikshah

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બેટરીનું આયુષ્ય કેટલું છે, ખરાબ થાય તે પહેલા મળે છે આ સંકેતો

Hina Vaja

‘એનિમલ’ એ 9મા દિવસે જંગી છલાંગ લગાવી, જોરદાર કમાણી કરીને 400 કરોડમાં સામેલ

Hina Vaja
GSTV