મયંક માર્કેંડેય ક્રિકેટનો એક નવો ચહેરો, IPL પસંદગી પર 37 મિસ કોલ અને 300 મેસેજ

આગામી 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે T-20 અને પાંચ વન-ડે મેચની સીરીઝ માટે બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દિધી છે. પંજાબનાં લેગ સ્પિનર મયંક માર્કંડેયને પહેલી વખત ટી-20 મેચમાં સામેલ કરાયો છે. આ યુવા ખેલાડીએ IPL-2018માં મુંબઈ ઇન્ડિયન્સ માટે 14 મેચમાં 24.53 ટકાની એવરેજ સાથે 15 વિકેટ ખેડવી હતી. ત્યારબાદ તે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સે મયંકને માત્ર વીસ લાખમાં ખરીદ્યો હતો. આઈપીએલમાં દિગ્ગજ બેટ્સમેન પણ મયંક સામે ભોં ભેગા થયા હતાં. મયંકે તેની પહેલી મેચમાં જ ચેન્નઈ સુપર કિંગ્સને 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. જે મુંબઈ ઇન્ડિયન્સમા બીજુ શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા લસિથ મલિંગાએ ચેન્નઈ સામેની મેચમાં 15 રન આપીને 3 વિકેટ મેળવી હતી.

મહત્વનું છે કે આઈપીએલે ભારતને વધુ એક સ્ટાર ક્રિકેટર આપવાનું કામ કર્યુ છે. આ પહેલા આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, યુસુફ પઠાણ વગેરે ખેલાડીઓ ટીમ ઇન્ડિયા તરફથી આંતરરાષ્ટ્રીય મેચમાં ધમાલ મચાવી ચુક્યા છે.

હાલમાં જ મયંકે ઇન્ડિયા એ માટે રમતી વખતે ઇંગ્લૈન્ડ લાયંસ વિરૂદ્ધ બીજા બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ ઝડપીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. આ મેચ મૈસુરમાં રમાયો હતો. માત્ર આટલું જ નહિ, ઇન્ડિયા એ માટે લાયંસ સામેની લિસ્ટ-એ મેચમાં પણ તેણે સારો દેખાવ કર્યો હતો. આ પહેલા મયંકે ઇમર્જિંગ એશિયા કપમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ હતું.

37 મીસકોલ અને 300 મેસેજનું રહસ્ય

જ્યારે IPLમાં મયંક મુંબઈ ઇન્ડિયન્સ માટે પસંદ થયો હતો. ત્યારે આ વાતની ખરાઈ કરવા માટે તેના મિત્રો અને સગા-સબંધીઓએ 300 SMS અને 37 MISSCALL આવ્યા હતાં. આઈપીએલ-2018 દરમિયાન આ વાતનો ખુલાસો ખુદ મયંકે કર્યો હતો.

માતા-પિતા મહારાષ્ટ્રથી પણ…!

11 નવેમ્બર 1997નાં રોજ પંજાબનાં પટિયાલા શહેરમાં જન્મેલા આ ખેલાડીએ પોતાની હાઈસ્કુલનો અભ્યાસ પટિયાલાની અવર લેડી ફાતેમા કોનવેન્ટ સ્કુલમાં કર્યો. મયંકનો પરિવાર મૂળે મહારાષ્ટ્રીયન છે, પરંતુ ધંધા-રોજગાર અર્થે તેઓ પંજાબમાં શિફ્ટ થયા હતાં. નાનપણથી જ ક્રિકેટમાં રૂચિ ધરાવનારા મયંકને 16 વર્ષની ઉમરે પંજાબની અંડર-19 ટીમમાં સામેલ કરાયો હતો. ત્યારબાદ મયંકને 2016માં ઇન્ડિયા અંડર-19 ટીમમાં પણ સ્થાન મળ્યું. જો કે પંજાબની સિનીયર ટીમમાં તેણે 2018માં વિજય હજારે ટ્રોફી સાથે ફરીવાર ડેબ્યુ કર્યુ. આ મેચમાં તેણે 37 રન આપીને બે વિકેટ ખેડવ્યા હતાં. જો કે ટીમ હારી ગઈ હતી. હાર્યા છતાં દરેકે તેનાં વખાણ કરીને તેને ફ્યુચર સ્ટાર ગણાવ્યો હતો.

પેસરમાંથી બન્યા સ્પીનર

આમ તો મયંકે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ઝડપી બોલર તરીકે કરી હતી. તે સ્લોઅર બોલ બહુ સારી રીતે ફેંકે છે. ત્યાર પછી તેમનાં કોચે તેમને સ્પીન તરફ વાળી દિધો, હવે તેની ગુગલી બેટ્સમેનને હંફાવે છે.

ક્રિકેટ અને મયંક

અત્યાર સુધીમાં આ યુવા ક્રિકેટરે સાત ફર્સ્ટ ક્લાસ મેચમાં 21.26ની ટકાવારી સાથે 34 વિકેટ લીધા છે. જ્યારે 22 લીસ્ટ-એ મેચમાં મયંકે 19.97ની એવરેજ સાથે 45 વિકેટ ખેડવ્યા છે. તેણે 18 T-20 મેચમાં 24.35 ટકાવારી સાથે 20 બેટ્સેમનનાં શિકાર કર્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter