GSTV

ઓસ્ટ્રેલિયા સામે જીત સાથે ધોનીને ‘વિરાટ’ ગિફ્ટ આપશે ટીમ ઈન્ડિયા

ટી-20 સીરીઝ ગુમાવ્યા બાદ પલટવાર કરતા ભારતીય ટીમે પાંચ વન-ડે મેચોની સીરીઝની પ્રારંભિક બંને મેચો જીતીને ટીમનું પરાક્રમ બતાવ્યું છે. જ્યારે ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોનીના હોમટાઉન રાંચીમાં યોજાનારી મેચને જીતીને શ્રેણીમાં 3-0ની આગળ રહેવાના પ્રયત્ન કરશે. શક્યતા છે કે આ ધોનીની રાંચીમાં છેલ્લી વન-ડે હશે અને ટીમ ઈન્ડિયા તેમને જીતની ગિફ્ટ આપશે.

ભારતે છેલ્લી બંને મેચો જીતી છે, પરંતુ બંને ઓપનરોનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. ખાસ કરીને શિખર ધવનના ખરાબ ફોર્મના કારણે ભારતની શરૂઆત પર ખૂબ અસર પડી છે. ટીમ ઈન્ડિયાના ગબ્બરે છેલ્લી 15 વન-ડે મેચોમાંથી ફક્ત બે અર્ધસદી ફટકારી છે. જોકે, વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેમને બહારનો રસ્તો બતાવવાનુ આયોજન કદાચ જ થાય. જો આવુ થયુ તો ટી-20 શ્રેણીમાં પોતાનુ જોર બતાવનારા કેએલ રાહુલે વધુ રાહ જોવી પડશે.

અહીં જણાવવાનું કે ભારતે પ્રારંભિક બંને મેચોમાં અનુક્રમે: છ વિકેટ અને આઠ રનથી જીત નોંધાવી અને દબાણમાં નજીક મેચ જીતવાથી ટીમનું મનોબળ જરૂર વધ્યું છે. જ્યારે કેદાર જાધવ અને ધોનીએ પ્રથમ વન-ડેમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવીને મધ્યક્રમની સ્થિતિને મજબૂત કરી છે. જોકે, બીજી વન-ડેમાં આ બંને નિષ્ફળ રહ્યાં. તો અંબાતી રાયડૂ આ વખતે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં છે. તો કેપ્ટન ઈચ્છે તો રાયડૂની જગ્યાએ રાહુલને તક આપીને ટીમની તાકાતને પરખી શકાય છે.

જ્યારે બંને મેચોમાં ભારતનું બોલિંગ પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ 250 રનના સ્કોર સુધી પહોંચવામાં અસફળ રહી હતી. આ દરમ્યાન જસપ્રીત બુમરાહ અને શમીએ સારી બોલિંગ કરી છે. જ્યારે છેલ્લી ત્રણ મેચો માટે ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી કરવામાં આવી છે.

શક્ય છે કે કેપ્ટન વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહેલા મોહમ્મદ શમીના સ્થાને તેમનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરીને ગોલ સુધી પહોંચવામાં તક આપે. તો કુલદીપ યાદવને આરામ આપીને ચહલની ટીમમાં વાપસી થઈ શકે છે. જ્યારે વિજય શંકરે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સારું પર્ફોમન્સ બતાવ્યું છે. ભારતની બોલિંગને લઇને સમસ્યા દેખાતી નથી. તો બીજી મેચમાં જાધવ અને વિજય શંકરે મળીને પાંચમા બોલરની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવીને કેપ્ટન કોહલીની મુશ્કેલી સરળ કરી દીધી છે.

READ ALSO

Related posts

ઝીરોના ધબડકા બાદ શાહરૂખ ખાન થઇ ગયો હતો નર્વસ, લાંબા બ્રેક બાદ આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યુ

Bansari

આ હૉલીવુડની આ હિન્દી થ્રિલર ફિલ્મમાં સોનમ કપૂર, નેત્રહિન યુવતીના પાત્રમાં જોવા મળશે

Bansari

હાલનું બોલિંગ કોમ્બિનેશન એવું છે કે જેનું સ્વપ્ન દરેક કેપ્ટન જુએ છે: કોહલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!