ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રોહિત શર્માનું કપાશે પત્તુ, આ ખેલાડીઓને મળશે તક

ન્યુઝીલેન્ડ પ્રવાસ બાદ હવે ભારતે ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરિઝ રમવાની છે ત્યારે એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ સિરિઝ માટે વાઈસ કેપ્ટન રોહિત શર્માને બોર્ડ આરામ આપી શકે છે.

પાંચ વન ડે અને 2 ટી 20 સિરિઝ માટે કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થઈ શકે છે અને રોહિતની જગ્યાએ એક વર્ષથી વન ડે ટીમમાંથી બહાર અજિંક્ય રહાણેને મોકો મળી શકે છે.જ્યારે ઓપનર કે એલ રાહુલની પણ વાપસી થઈ શકે છે. હાલમાં આરામ કરી રહેલા પેસ બોલર બુમરાહ પણ ટીમમાં પાછો ફરશે તે લગભગ નક્કી છે.

દિનેશ કાર્તિક અને પંતને પણ તક મળે તેવી સંભાવના

સતત ક્રિકેટ રમી રહેલા શમી અને ભુવનેશ્વર કુમારને બોર્ડ આરામ આપી શકે છે. ધોનીનુ રમવાનું નિશ્ચત છે પણ સાથે સાથે દિનેશ કાર્તિક અને પંતને પણ તક મળે તેમ લાગે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter