GSTV

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Last Updated on August 4, 2021 by Pravin Makwana

ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતિક્ષિત આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021ની ટૂર્નામેંટ્સની તારીખ સામે આવી ગઈ છે. ક્રિકેટના મેદાનમાં ધૂરવિરોધી ટીમ પાકિસ્તાન અને ભારત આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરના દિવસે આમને સામને હશે. ગત મહિને ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલે આ ટૂર્નામેન્ટ્સ માટે ગ્રુપ્સની જાહેરાત કરી હતી. ટી 20 વર્લ્ડ કપ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓમાન અને યુએઈમાં આયોજીત કરવામાં આવી રહી છે. ટૂર્નામેંટની મેચો યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી થવાની છે. કુલ 16 ટીમો તેમા ભાગ લઈ રહી છે.

સૂત્રના જણાવ્યા અનુસાર આ તારીખની પુષ્ટિ કરી દેવામાં આવી છે. સૂત્રએ તો ત્યાં સુધી કહ્યુ છે કે, હાં આ બંને ટીમોની વચ્ચે 24 ઓક્ટોબરે ટક્કર થશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ અઠવાડીયએ આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021ના શિડ્યૂલની જાહેરાત થઈ શકે છે. ભારત અને પાકિસ્તાનની ટક્કર ફેન્સ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યુ છે. ફેન્સ આ બંને ટીમોને એક સાથે જોઈને ખુબ જ ઉત્સાહિત થઈ જાય છે.

જણાવી દઈએ કે, ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ક્વાલિફાઈંગ ઈવેન્ટ હશે. જ્યાં આઠ ટીમ પહેલાથી ક્વાલીફાઈ કરવા માટે રમશે.જ્યારે ચાર ટીમો ક્વાલિફાયર માટે જોઈન કરશે. મુખ્ય રાઉન્ડમાં જગ્યા બનાવવા માટે આઠ ટીમો મેદાનમાં છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેંડ, સ્કોટલેંડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની.

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ ગ્રુપ

રાઉન્ડ 1

ગ્રુપ એ- શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નામબિયા
ગ્રુપ બી- બાંગ્લાદેશ, સ્કોલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન

સુપર 12

ગ્રુપ 1 – ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઈંડીઝ, એ1, બી2
ગ્રુપ 2- ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, બી1, એ2

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!