GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ભારતીય ક્રિકેટર્સે દેખાડ્યો જોશ, POKમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કરનાર એરફોર્સને કરી સલામ

પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતાં પીઓકેમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આશરે 10 ઠેકાણાઓને તાબહ કરી નાંખ્યા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા પછી, આઇએએફએ મોટી કામગીરી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાના 24 કલાકની અંદર મોટી કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.

વડા પ્રધાન મોદીએ આતંકવાદી સંગઠનનો ખાતમો કરવાનો આદેશ આપ્યો હતો. માહિતી અનુસાર, ભારતીય હવાઇ દળ સોમવારે પીઓકેમાં ઘૂસી ગયું હતું અને 12 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરાયો હતો. પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાન અધિકૃક કાશ્મીરમાં ચાલી રહેલા આંતકી કેમ્પોને નિશાન બનાવતાં બોમ્બમારો કર્યો હતો. વાયુસેનાના વિમાનોએ ગત રાત્રે એલઓસી પાર કરીને આતંકી કેંપ્સ પર આશરે 1000 કિલોગ્રામ બોમ્બમારાથી જવાબ આપ્યો. સાથે જ આ હુમલામાં 200-300 આતંકીઓ ઉપરાંત પાકિસ્તાન સેનાના પાંચ જવાનોના પણ મોત થયાં છે.

ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ફક્ત દેશભરમાં જ નહી પરંતુ ભારતના ક્રિકેટરોમાં પણ જોશ જોવા મળ્યો હતો. પુલવામા હુમલા બાદ સરકારને મેદાનમાં પાડોશી દેશમાં વાત કરવાની સલાહ આપનારા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું કે, ‘જય હિંદ, ઇન્ડિયન એરફોર્સ’

આ ઉપરાંત પુલવામા હુમલાની સખત નિંદા કરનારા પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે ટ્વિટર પર લખ્યું કે, બૉય્ઝ સારુ રમ્યા, સુધરી જાઓ નહી તો અમે સુધારી દઇશું.

જ્યારે મહોમ્મદ કૈફે ભારતીય સેનાના સેલ્યુટ કરતાં આ કાર્યવાહીને શાનદાર ગણાવી.

જો કે આ હુમલા બાદ ભારત-પાકિસ્તાન સીમા પર તણાવ વધવાની આશંકા છે. જેને ધ્યાનમાં લેતા સીમા પર તૈનાત તમામ સુરક્ષાબળોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે આગામી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમાનાર ભારત અને પાકિસ્તાન મેચની તમામ સંભાવનાઓ જાણે કે ખતમ થઇ ગઇ છે.

 જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે એલઓસી પર પીઓકેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી પુલવામામાં તબદીલ કરી નાંખ્યું છે. ભારતીય વાયુસેનાએ સવારે 3.30 વાગ્યે એલઓસી પાર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકી સંગઠન જૈશના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો.

Read Also

Related posts

CAPF કેન્ટિનમાંથી ડાબર,VIP,નેસ્લે જેવી કંપનીઓનાં 1026 પ્રોડક્ટસને ડીલિસ્ટ કર્યા બાદ કેન્દ્રએ ફરી બદલ્યો નિર્ણય

Mansi Patel

લોકડાઉનમાં પોલીસને અપાતા ભોજનબિલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, આ બે ધારાસભ્યોએ ડીજીપીને લખ્યો પત્ર

Nilesh Jethva

ત્રણ જૂનની સાંજે અથવા રાત્રે ત્રાટકશે વાવાઝોડું, ગુજરાતના આ વિસ્તારને થશે વધુ અસર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!