ભારતીય ટીમના ખેલાડીઓની ફીમેલ ફોલોઈંગ પણ ઘણી જોવા મળે છે અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓની ગણતરી હોટ બેચલર ખેલાડીઓમાં પણ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પોતાની રમત અને અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. આવામાં કેટલાક ખેલાડીઓના અફેરને લઈને પણ ઘણી ચર્ચા જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તેમની ગણતરી હોટ બેચલર્સમાં પણ થાય છે. આવી સ્થિતિમાં અમે તમને આવા જ કેટલાક ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતીય ટીમના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન માટે છેલ્લું એક વર્ષ શાનદાર રહ્યું છે. ODI ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનની મહિલા ફેન ફોલોઈંગ પણ ઘણી જોવા મળે છે. ઈશાનના હાલમાં ઈન્સ્ટાગ્રામ પર 3.4 મિલિયન ફોલોઅર્સ છે અને તેની ડ્રેસિંગ સેન્સને લઈને ઘણી વખત ચર્ચાઓ થતી રહે છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં આ સમયે સૌથી વધુ ચર્ચા કોઈ એક યુવા ખેલાડીને લઈને જોવા મળી રહી છે, તો તે છે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ, જે પોતાની રમતની સાથે પોતાના અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે. ગિલના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તેની પોસ્ટ્સ ઘણીવાર ખૂબ જ ઝડપથી વાયરલ થતી જોવા મળે છે.

ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર ભલે છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરના ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને હાલમાં ટીમનો મુખ્ય બોલર માનવામાં આવે છે. સિરાજ માટે છેલ્લું એક વર્ષ મેદાન પર શાનદાર રહ્યું છે અને તેથી જ તેના વિશે ઘણી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. મોહમ્મદ સિરાજ ભલે અન્ય ખેલાડીઓની જેમ સોશિયલ મીડિયા પર સક્રિય ન હોય, પરંતુ તેની પોસ્ટ્સ હજી પણ ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે.

યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત, જે હાલમાં કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા બાદ ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે, તેની ગણતરી પણ હોટ બેચલર્સ ખેલાડીઓમાં થાય છે. પંતના કેટલાક અફેરને લઈને પણ ચર્ચા જોવા મળી છે. તે જ સમયે, પંત સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા લગભગ 8 મિલિયન છે.
READ ALSO
- અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની WTC ફાઇનલને લઈને આ દિગ્ગજે કહી મોટી વાત, કેનિંગ્ટન ઓવલમાં આવો રહ્યો છે ભારતીય રેકોર્ડ
- Sim Card હોય તમારા ID પર અને ચલાવી રહ્યું છે કોઈ બીજું? તો આ રીતે તરત કરાવો બંધ
- મંગળ સાબિત થયો ભારતીય શેરબજાર માટે આજનો દિવસ, સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઝડપ સાથે બંધ થયા
- ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો