GSTV
Home » News » World Cup 2019: કોહલીએ આપી ખુશખબર, ટીમમાં થઇ શકે છે ‘ગબ્બર’ની વાપસી પરંતુ…..

World Cup 2019: કોહલીએ આપી ખુશખબર, ટીમમાં થઇ શકે છે ‘ગબ્બર’ની વાપસી પરંતુ…..

વર્લ્ડ કપમાં શિખર ધવનને ઈજા થઈ એ પછી તેના સાજા થવાની લોકો ચિંતા કરી રહ્યા છે. ત્યાં ટીમમાં તે પાછો ક્યારે જોવા મળશે તેના પર પણ સવાલ થઈ રહ્યા છે. ત્યારબાદ ઈન્ડિયન ટીમના ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે ધવનની ઈજાને લઈ કરી મોટી વાત.

આર શ્રીધરે શિખર ધવનના ડાબા હાથના અંગૂઠા પર જે ઈજા થઈ હતી તેને લઈને કહ્યું કે, અમે શિખર ધવનને પહેલા બોલથી ટેસ્ટ કરીશું, ત્યારબાદ અમે ઈન્ટરનેશનલ લેવલના બોલથી પ્રેક્ટિસ કરાવીશું, જે ચેલેન્જિંગ છે, પરંતુ જો શિખર ધવને રમતાં ફાવશે તો તે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર હશે.

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ કપની મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી. શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં બોલ વાગ્યો હતો, જેના કારણે તે અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. અને તે કારણે ત્રણ અઠવાડિયા સુધી ટીમમાં નહીં રહે તે જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ન્યુઝિલેન્ડ સામેની મેચ વરસાદના કારણે બંધ રહી હતી.

કોહલીને ધવનનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, કેટલાક દિવસો સુધી તેના હાથ પર પ્લાસ્ટર રહેશે, ત્યાર બાદ તેના તપાસ કરવામાં આવશે. આશા રાખીયે કે તે જલદી સાજો થઈ જાય અને લીગ સ્ટેજમાં અંતે અને સેમી ફાઈનલમાં રમવા માટે તૈયાર થઈ જાય. અત્યારે ધવન બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે. ત્યારે ટીમે તેના રિપ્લેસમેન્ટનું એટલે જાહેર નથી કર્યું કારણ કે તેના પાછા આવવાની આશા છે.

કેપ્ટન વિરાટ કોહલીએ આ વાત કહી છે. ટીમ ઈન્ડિયાનો 16 જૂનના દિવસે પાકિસ્તાન સામે સામનો થશે. આ મેચને વર્લ્ડ કપની મહત્વની મેચ માનવામાં આવે છે. જેને લઈ બંને ટીમોમાં ચહલપહલ થઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયામાં ધવન નથી, તો પ્લેઈંગ XIમાં તેની જગ્યાએ કોણ હશે તેના પર પણ સવાલ છે.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!