GSTV
Home » News » ભારત પાકિસ્તાન મેચને લઈ સમગ્ર ભારતમાં ક્રિકેટ ફિવર

ભારત પાકિસ્તાન મેચને લઈ સમગ્ર ભારતમાં ક્રિકેટ ફિવર

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાનની ટીમ વચ્ચે મહામુકાબલો છે. જો કે, આ રોમાંચક મેચમાં વરસાદ વિલન બને તેવી શક્યતા છે. વરસાદની આશંકા વચ્ચે એશિયાના બે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન માન્ચેસ્ટરના ક્રિકેટ મેદાનમાં આમનેસામને ટકરાશે.

આ મેચમાં ક્રિકેટ ચાહકોને હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. વર્લ્ડકપનો ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ‘મધર ઓફ બેટલ્સ’તરીકે ઓળખાય છે. જો કે માંચેસ્ટરથી ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાનાર મેચમાં વરસાદ વિલન બની શકે છે. માન્ચેસ્ટરમાં છેલ્લા બે દિવસથી અને આજે બપોર સુધી વરસાદ એ રીતે પડયો છે કે આઉટ ફિલ્ડ ખાસ્સુ ભીનું થઇ ગયું છે.

વરસાદ રાત્રે કે સવારે ના પડે તો પણ આખી રાત્રિ ગ્રાઉન્ડને સુકવવાના પ્રયત્નોમાં કેટલી સફળતા મળી છે તે મેચ અગાઉ ખબર પડશે. ત્યારે આજે ભારતભરમાં ભારત અને પાકિસ્તાનના મેચને લઈને કેવો ફિવર છવાયેલો છે તેની એક ઝલક નિહાળીએ.

જીત માટે પુજા અને હવન કરવામાં આવ્યાં

કર્ણાટકના હુબલીમાં પણ વર્લ્ડ કપની મેચમાં ભારતની જીત માટે મંદિરમાં આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ક્રિકેટના ચાહકોએ મંદિરમાં ભારતની જીત માટે ભગવાનના પ્રાર્થના પણ કરી હતી. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટરમાં મહામુકાબલો થવાનો છે. ત્યારે દેશભરમાં ભારતની જીત માટે મંદિરમાં પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે.

વારાણસીમાં ગંગાઘાટ પર વિશેષ આરતી

વર્લ્ડ કપની મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. મેચમાં ભારતનો વિજય થાય તે માટે વારાણસીમાં ગંગાઘાટ પર ભારતીય ટીમના ચાહકોએ વિશેષ આરતીનું આયોજન કર્યુ હતુ. અને ભારતની જીત માટે મનોકામના કરવામાં આવી હતી.  તો આ તરફ બિહારના પટનામાં પણ હવનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યારે ભારતની જીત માટે ભોપાલમાં દુર્ગા અને શિવમંદિરમાં પૂજા કરી હતી. પુજા દરમ્યાન ભારતની જીત માટે મનોકામના કરવામાં આવી હતી.

ભોપાલમાં દુર્ગા અને શિવમંદિરમાં વિશેષ પૂજા

વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. ભારતની જીત માટે ભોપાલમાં ક્રિકેટના ચાહકોએ દુર્ગા અને શિવમંદિરમાં પૂજા કરી હતી. પુજા દરમ્યાન ભારતની જીત માટે મનોકામના કરવામાં આવી હતી.

પાકિસ્તાનની મજબુત તૈયારીઓ

ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના મહાજંગને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે. વિશ્વકપમાં છ છ વખત ભારત સામે હારી ચુકેલા પાકિસ્તાને તૈયારીઓ વધુ કરી છે. ત્યારે આજની મેચ પર પાકિસ્તાની ટીમની તૈયારી અને ભારતીય ટીમના મજબૂત પાસા અંગે બીબીસી સંવાદદાતા વિનાયક ગાયકવાડ સાથે પાકિસ્તાન પૂર્વ કપ્તાન ઈન્ઝમામ ઉલ હક સાથે કરી ખાસ વાતચીત.

READ ALSO

Related posts

સમગ્ર સૌરાષ્ટ્રમાં આ બે જિલ્લા સિવાય તમામ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે

Mayur

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!