GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ઋષભ પંતના ધબડકા બાદ ફેન્સને આવી ધોનીની યાદ, સોશિયલ મીડિયા પર છવાયો માહી

જ્યારે પણ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ખરાબ પ્રદર્શન કરે છે ફેન્સને પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી જાય છે. આવું જ કંઇક રવિવારે પણ બન્યુ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સીરીઝની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં પણ પંતે ધબડકો વાળ્યો અને ફક્ત 6 રન બનાવીને આઉટ થઇ ગયો. પંતના આ શરમજનક પ્રદર્શનના કારણે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ ધોનીને યાદ કરવા લાગ્યાં. ટ્વિટર પર ‘ધોની વી મિસ યુ ઓન ફિલ્ડ’નો હેશ ટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે.

હકીકતમાં વર્લ્ડ કપ બાદ ધોનીને ટી-20 અને વન ડે ક્રિકેટમાં મુખ્ય વિકેટકીપર તરીકે રિપ્લેસ કરનાર પંતને દર વખતે ખરાબ પ્રદર્શન કરવા પર ફેન્સની આલોચનાનો શિકાર બનવુ પડે છે અને તેની તુલના ધોની સાથે કરવામાં આવે છે. આ સીરીઝમાં પંતને બે વાર બેટિંગ કરવાની તક મળી જેમાં તેણે 27 અને 6 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત વિકેટ પાછળ પણ તેનું પ્રદર્શન કંઇ ખાસ નથી રહ્યુ. ડીઆરએસના મામલે પણ તેણે અનેક ભૂલો કરી.

રવિવરે પણ પંતે ડીઆરએસને લઇને એક ભૂલ કરી. ફાસ્ટ બોલર ખાલીલના બોલ પર પંતે કેચ આઉટની અપીલ કરી. પરંતુ અમ્પાયરે તેને વાઇડ ગણાવ્યો. પરંતુ પંતનું માનવું છે કે બોલ બેટ્સમેનના બેટને સ્પર્શીને આવી અને તેણે કેપ્ટન રોહિત શર્માને ડીઆરએસ લેવા કહ્યું પરંતુ તે આઉટ ન હતો અને પંતે શરમસાર થવું પડ્યુ. જે બાદ લોકો તેને સોશિયલ મીડિયા પર ફરીથી ટ્રોલ કરવા લાગ્યાં અને ધોની સાથે તેની તુલના થવા લાગી.

જણાવી દઇએ કે આ મેચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 174 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને જીતવા માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારે તેનાં જવાબમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 144 રન કરી શકી હતી. બાંગ્લાદેશની ટીમ 19.2 ઓવરમાં 144 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

બાંગ્લાદેશે ઓવરમાં વિકેટ ગુમાવી રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી સર્વાધિક સ્કોર મહોમ્મદ નઈમે 81 રનની ઈનિંગ રમી હતી આ ઈનિંગમાં 10 ચોગ્ગા અને 02 છગ્ગા ફટકાર્યા હતા.સાથે સાથે મહોમ્મદ મિથુને 27 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ બેટેસમેન ટકી શક્યા નહોતા. ત્યારે ભારત તરફથી દિપક ચહરે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. જ્યારે શિવમ દુબેએ 3 વિકેટ , ચહલે 1 વિકેટ ઝડપી હતી. ભારતની ધારદાર બોલિંગ સામે બાંગ્લાદેશનાં બેટસ્મેનો વધવ સમય ટકી શક્યાનહોતા. અને આ ત્રીજી મેચ ભારતે જીતી લીધી છે.

Read Also

Related posts

51 કરોડની 500 અને 1000ની જૂની નોટો, અમારી હાલત ખરાબ આ નોટો બદલી આપો

Arohi

રેશનિંગમાં ગોરખધંધામાં ગીરસોમનાથ ભાજપ જિલ્લા પ્રમુખની સંડોવણી, તમામના લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ

Pravin Makwana

બગસરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!