GSTV
Gujarat Government Advertisement

ધોનીએ ઘણું શીખવ્યું પરંતુ હું માત્ર તેની ઉપર આધારિત ન રહેતા મારી જાતને સાબિત કરી છે

Last Updated on June 16, 2020 by Karan

ભારતીય ક્રિકેટ ટીમનો ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ દુનિયાભરના બેટ્સમેન માટે માથાનો દુઃખાવો પુરવાર થઈ રહ્યો છે કેમ કે આ સ્પિનર કયારે બોલને કઈ તરફ સ્પિન કરશે તે સમજવું મુશ્કેલ બની જાય છે. ત્રણ વર્ષ અગાઉ ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરનારો કુલદીપ ગયા વર્ષે વર્લ્ડ કપમાં ભારત માટે ટ્રમ્પ કાર્ડ પુરવાર થયો હતો. જોકે ત્યાર બાદ તેણે ફોર્મ ગુમાવ્યું અને હવે તે ટીમની અંદર બહાર થતો રહે છે. કુલદીપ યાદવે તાજેતરમાં જ એક મુલાકાતમાં તેની કારકિર્દીમાં ધોનીની ભૂમિકા, બોલ પર સેલિવા લગાવવાના મુદ્દે તથા લોકડાઉન અંગે વાતચીત કરી હતી.

વર્લ્ડ કપ બાદ ધોની રમી રહ્યો નથી તો કોઈ ફરક પડ્યો છે?

મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા અંગે કુલદીપે જણાવ્યું કે માહી ભાઈએ હંમેશાં મને ગાઇડ કર્યો છે. કેમ કે બોલર માટે વિકેટકીપર શ્રેષ્ઠ જજ હોય છે. તેમાં ય ધોની જેવો વિકેટકીપર હોય તો તેને ખબર છે કે કયો બેટસમેન કેવી રીતે રમે છે. જોકે ધોની વર્લ્ડ કપ બાદ રમી રહ્યો નથી તો હવે હું માત્ર તેમની ઉપર આધારિત નથી. મારે કાંઈ પુરવાર કરવાની જરૂર નથી. એ કહેવાની જરૂર નથી કે હું તેમની ઉપર નિર્ભર હતો. હું મારી કલાથી કામ કરી શકું છું. આ એક ટીમ વર્ક છે અને હું એ રીતે કામ કરી રહ્યો છું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!