GSTV
Home » News » બ્રાયન લારાને અચાનક છાતીમાં થવા લાગ્યો દુખાવો, મુંબઇની હોસ્પિટલમાં કરાયા દાખલ

બ્રાયન લારાને અચાનક છાતીમાં થવા લાગ્યો દુખાવો, મુંબઇની હોસ્પિટલમાં કરાયા દાખલ

વેસ્ટ ઈન્ડિજના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાને મંગળવારે મુંબઈના પરેલમાં ગ્લોબલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. લારાને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યો તેના પર કોઈ પણ પ્રકારની માહિતી અધિકારીઓએ આપી નથી પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર છાતીમાં દુખાવો ઉપડવાના કારણે દાખલ કરવામાં આવ્યા છે.

લારાને લગભગ 12.30 મેડિકલ તપાસ માટે લોવવામાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યુ કે જ્યારે તેમને દુખાવો ઉપડ્યો ત્યારે તે નજીકની હોસ્પિટલમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા ગયા હતા. લારા હાલ સ્ટાર સ્પોર્ટસ પર વર્લ્ડ કપની કમેન્ટ્રી કરી રહ્યાં હતા. જે માટે તેઓ મુંબઈ પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે બ્રાયન લારાની ગણતરી તે સમયના સૌથી સારા બેટ્સમેનનોમાં થતી હતી. બ્રાયન લારા દુનિયાના એક માત્ર એવો બેટ્સમેન છે જેણે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં 400 રન બનાવ્યા હતા, તેની સાથે એક સાથે 500 રન બનાવવાનો રેકોર્ડ તેમના નામ પર છે. 50 વર્ષીય લારાએ 1990 થી 2007 વચ્ચે 131 ટેસ્ટ અને 299 વન-ડે રમ્યા હતા.

READ ALSO

Related posts

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!