GSTV
Home » News » ભારતીય ખેલાડીને થઈ ઈજા, ટીમનાં કોચે કહ્યું – આઈપીએલમાં રમવાની શકયતા ઓછી

ભારતીય ખેલાડીને થઈ ઈજા, ટીમનાં કોચે કહ્યું – આઈપીએલમાં રમવાની શકયતા ઓછી

kedar jadhav injury

આઇસીસી વર્લ્ડ કપ પહેલા જ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. જેમાં ટીમ ઈન્ડીયાનાં ક્રિક્રેટર કેદાર જાદવ આઇપીએલમાં ઈજાગ્રસ્ત થયા છે. તેમની ઈજાને કારણે તેઓ આઇપીએલ સીઝન ૧રમાં રમી શકશે કે કેમ તે હવે અનિશ્ચિત છે. જ્યારે આઇપીએલ સીઝન-૧રની 55ની મેચમાં ચેન્નઇએ ૧૭૧ રન ફટકાર્યા હતા. ત્યારે તેનાં જવાબમાં પંજાબે સારી શરૂઆત સાથે આગળ વધી રહી હતી. ત્યારે રાહુલ અને ગેલની પાર્ટનરશીપ 108 રનની ભાગીદારી નોંધવામાં આવી હતી. જ્યારે તેમની ઓપનીંગ પાર્ટનરશીપ હરભજન સિંહે તોડી હતી. પરંતુ ૧૪મી ઓવરમાં બે ખેલાડીઓ સાથે એક ઘટના થઈ હતી.

મેચમાં ૧૪મી ઓવરની બોલિંગ બ્રાવોએ કરી હતી. જ્યારે 14મી ઓવરના બીજા બોલને નિકોલસ પૂરને ડ્રાઈવ કરી હતી. ત્યારે ફિલ્ડીંગ કરી રહ્યા જાડેજાએ બોલર એન્ડ પરથી બોલનો થ્રો એટલો ફાસ્ટ કર્યો કે બ્રાવો બોલને પકડી નહી શકયા અને બોલ બાઉન્ડ્રી તરફ જવા લાગી. ત્યારે ફિલ્ડીંગ કરી રહેલા કેદાર જાદવે ચાર રન રોકવા માટે એવી છલાંગ લગાવી કે તેમને ખભા ઉપર ઇજા થઇ અને તેના કારણે તેને મેદાન છોડવું પડયું હતું.

ફલેમિંગ શું કહે છે? ટીમના કોચ સ્ટીફન ફલેમિંગ જાદવના ખભાની ઇજા વિશે કહે છે કે કેદારનો કાલે એકસ-રે અને સ્કેન કરવામાં આવશે. મને લાગતું નથી કે તે આપણા માટે આ ટુર્નામેન્ટમાં ફરી રમી શકે.તેના ખભામાં થોડી તકલીફ છે પણ હું ઇચ્છુ છું કે તેને વધારે ગંભીર ઇજા થઇ ન હોય. આ ખેલાડીઓને મળી શકે છે મોકોઃ જો કેદાર જાદવની ઇજા ગંભીર હશે તો તેને વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ બની શકે. તો એવા સંજોગોમાં ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરમાં તમને ઋષભ પંત કે અંબાતી રાયડુ પણ દેખાઇ શકે છે.તમને જણાવીએ ઋષભ પંતને પસંદગીકારોએ સ્ટેન્ડબાય રાખેલ છે.

READ ALSO

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

આંધ્રપ્રદેશ વિધાન પરિષદ ભંગ કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં થયો પાસ, ટીડીપીનો વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!