GSTV
Gujarat Government Advertisement

બોર્ડે ધારા ધોરણો બદલ્યા/ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીના નિયમો આકરા થયા, ફિટનેસ માટે ખેલાડીઓએ કરવો પડશે આ ટેસ્ટ

Last Updated on January 22, 2021 by Pravin Makwana

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં હવે ફિટનેસનું મહત્વ ઘણું વધી ગયુ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતની સફળતા પાછળ આ બાબતનુ પણ મહત્વનુ યોગદાન છે. જોકે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી સ્પર્ધાત્મકતાને જોતા ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયામાં ક્રિકેટરોની એન્ટ્રી માટે ફિટનેસના ધારા ધોરણને વધારે આકરા બનાવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે ક્રિકેટ બોર્ડે હવે ખેલાડીઓ માટે બે કિલોમીટરની દોડની ટ્રાયલ ફરજિયાત બનાવી છે. જે પ્રમાણે ફાસ્ટ બોલરોએ 8 મિનિટ અને 15 સેકન્ડમાં અને બેટ્સમેન તેમજ વિકેટ કીપરે આટલુ જ અંતર 8 મિનિટ અને 30 સેકન્ડમાં દોડીને પુરુ કરવુ પડશે. ટીમમાં એન્ટ્રી માટે આ ટેસ્ટ અનિવાર્ય હશે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે હાલમાં ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરવો જરુરી છે. આ સિવાય રનિંગ ટ્રાયલમાંથી પણ પસાર થવુ પડશે. ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાનારી સિરિઝમાં વન ડે અને ટી-20 મેચોથી આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવશે. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે પણ તેને લીલી ઝંડી આપી દીધી છે.

ટી 20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા માટે પણ નવો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરુરી હશે. આ ટેસ્ટ ખેલાડીઓ નેશનલ ક્રિકેટ એકેડમી અથવા તો ટીમના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ મેમ્બર સામે આપી શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!