GSTV
Home » News » આ છે ભારતની વિશ્વ કપની ટીમ, બીજા વિકેટકિપર તરીકે ઋષભ પંતને મુકાયો પડતો

આ છે ભારતની વિશ્વ કપની ટીમ, બીજા વિકેટકિપર તરીકે ઋષભ પંતને મુકાયો પડતો

2019ના ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને સેકન્ડ વિકેટ કિપર તરીકે લીધો છે. જે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ બેકઅપનું કામ કરશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં આ વખતે ઈંગ્લેન્ડ ખાતેનો વર્લ્ડકપ ભારત રમશે. ઈંગ્લેન્ડમાં યોજાનારા આ વિશ્વકપ માટે ભારતીય ટીમને અન્ય ટીમો કરતાં મજબૂત ગણવામાં આવી રહી છે. પરંતુ ઈંગ્લેન્ડની પીચ ભારત માટે સંકટ ઉભું કરી શકે છે. ત્યારે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં કેવું પ્રદર્શન કરે છે.

ક્રિકેટ જાણકારોના મતે મહેન્દ્રસિંહ ધોનીનો આ છેલ્લો વર્લ્ડ કપ હોય શકે છે. બીજી તરફ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ બેટ્સમેનો તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમની હાલમાં શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાં ગણના થાય છે. તો વિરાટ કોહલી સિવાયના અન્ય બેટ્સમેનો મીડલ ઓર્ડરમાં ભારતીય ટીમની બેટીંગ લાઈનઅપને જાળવવાનું કામ કરશે.

 • રોહિત શર્મા
 • શિખર ધવન
 • વિરાટ કોહલી (કેપ્ટન)
 • મહેન્દ્રસિંહ ધોની
 • કે.એલ રાહુલ
 • કુલદીપ યાદવ
 • કેદાર જાધવ
 • હાર્દિક પંડ્યા
 • યુઝવેન્દ્ર ચહલ
 • ભૂવનેશ્વર કુમાર
 • મોહમ્મદ શામી
 • રવિન્દ્ર જાડેજા
 • વિજયશંકર
 • દિનેશ કાર્તિત
 • જસપ્રિત બુમરાહ

આ હતી સંભવિત ટીમ

દેશમાં હાલમાં આઇપીએલની ધૂમ છે. ત્યારે ચાલુ વર્ષે મે મહિનામાં બ્રિટનમાં ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે. ક્રિકેટ વર્લ્ડ કપ માટે આજે મુંબઇ ખાતે વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી માટે બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમના પસંદગીકારોની બપોરે 12 કલાકે બેઠક શરૂ થશે. જે બાદ બપોરે 3 વાગે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની વર્લ્ડકપ માટેની ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શિખર ધવન તેમજ ફર્સ્ટ ચોઈસ વિકેટકિપર તરીકે ધોની, ઓલરાઉન્ડર કેદાર જાધવ અને હાર્દિક પંડયા, ફાસ્ટ બોલર તરીકે બુમરાહ તેમજ ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીનું સ્થાન નક્કી મનાય છે. સ્પિનર તરીકે કુલદીપ યાદવ, ચહલ અને રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં નિશ્ચિત છે.

Gautam Gambhir

આઇપીએલમાં ફોર્મ મેળવી ચૂકેલા લોકેશ રાહુલને બૅકઅપ ઓપનરની સાથે સાથે ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે તક આપવામાં આવે તો નવાઈ નથી. ભારતીય કેપ્ટન કોહલીએ અગાઉ જેને વર્લ્ડકપમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે નિશ્ચિત ગણાવ્યો હતો તે રાયડુ ફોર્મ દેખાડી શક્યો નથી. આમ છતાં, રાયડુ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશનમાં સામેલ છે અને પસંદગીકારો તેને વર્લ્ડકપમાં તક આપશે જ તે લગભગ નક્કી મનાય છે.

પસંદગીકારોને મુંઝવતા પ્રશ્નોમાં વિકેટકિપર-બેટ્સમેનની પસંદગીનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ કેપ્ટન કમ બેટ્સમેન ધોનીએ તો ટીમમાં જ નહી પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હોવાનું મનાય છે. આવી સ્થિતિમાં હવે પસંદગીકારોને દિનેશ કાર્તિક અને યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતમાંથી એકની પસંદગી કરવાની છે. દિનેશ કાર્તિકે વિકેટકિપીંગની સાથે બેટ્સમેન તરીકેની પરિપક્વ પ્રતિભા દર્શાવી છે. આગામી વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડનું વાતાવરણ પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે, જેના કારણે પસંદગીકારો ટીમના બોલિંગ કોમ્બિનેશનના સિલેક્શનમાં ખુબ જ સાવધાની રાખી રહ્યા છે.

કુલદીપ યાદવ અને ચહલની સાથે રવિન્દ્ર જાડેજાને ત્રીજા સ્પિનર તરીકે ટીમમાં સમાવાશે તેમ મનાય છે. વર્ષ ૨૦૧૩માં ભારતે ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યારે જાડેજાએ સૌથી વધુ વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો. જોકે ક્રિકેટ વર્તુળોમાં એવી ચર્ચા પણ છે કે, જુનમાં ઈંગ્લેન્ડમાં વરસાદી માહૌલ હોય છે અને આ કારણે ભારતે ત્રણથી વધુ ફાસ્ટરોને ટીમમાં સામેલ કરવા જોઈએ તેમ મનાય છે.

Related posts

આ બે કારણે સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, 10 ગ્રામનો આટલો થયો ભાવ

Ankita Trada

દિલ્હીના સીએમ કેજરીવાલ 4 કલાકથી ઉમેદવારી ફોર્મ ભરવા બેઠા છે લાઈનમાં, સિસોદીયા ભાજપ પર બગડ્યા

Karan

મોદી સરકારના મંત્રીઓ કાયર અને ડરપોક, કોંગ્રેસી નેતાએ આ મામલે કાઢી ઝાટકણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!