GSTV
Home » News » ઑસ્ટ્રેલિયાના આ મહાન ખેલાડીને થયુ છે કેન્સર, 5 સપ્તાહથી લડી રહ્યા છે મોત સામે જંગ

ઑસ્ટ્રેલિયાના આ મહાન ખેલાડીને થયુ છે કેન્સર, 5 સપ્તાહથી લડી રહ્યા છે મોત સામે જંગ

ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને હાલના સમયનાં સૌથી સારા કોમેન્ટેટર્સમાંથી એક ઈયાન ચેપલને કેન્સર થઈ ગયુ છે. પોતાની આ જીવલેણ બીમારીનો ખુલાસો ખુદ ચેપલે કર્યો હતો. 75 વર્ષનાં ચેપલે જણાવ્યુ હતુકે, તેમને ચામડીનું કેન્સર છે અને છેલ્લાં પાંચ સપ્તાહથી તેમની રેડિએશન થેરેપી ચાલી રહી છે.

ઓસ્ટ્રેલિયા માટે 75 ટેસ્ટ મેચ રમનારા ઈયાન ચેપલનાં ખભા, ગરદન અને અંડર આર્મમાં કેન્સર છે. ચેપલની પાછલા 5 સપ્તાહથી સારવાર ચાલી રહી છે. સારી વાત એ છેકે, થેરેપી ચાલુ હોવા છતાં તે પોતાના દરેક કામ કરી રહ્યા છે. અહેવાલો છેકે, ઈયાન ચેપલ પહેલી ઓગષ્ટથી શરૂ થઈ રહેલી એશિઝ ટેસ્ટમાં પણ કોમેન્ટરી કરતાં દેખાશે.

ઈયાન ચેપલે પોતાના કેન્સરની જાણકારી આપતા કહ્યુ હતુકે, મે પહેલાં બહુ લોકોને કહ્યુ ન હતુ,. મને અંદાજો ન હતોકે, રેડિયોથેરેપી કેવી રહેશે. પરંતુ હવે તે શરૂ થઈ ગઈ છે. અને તે એટલી ખરાબ પણ નથી. રાત્રે થોડો થાક લાગે છે. શરીરમાં ચિડીયાપણું અનુભાય છે બાકી બધુ બરાબર છે.

ઈયાન ચેપલે જણાવ્યુ હતુકે, જ્યારે તેમને જાણ થઈ કે, તેમને કેન્સર છે તો તેઓ ગભરાઈ ગયા હતા અને એવું લાગતુ હતુકે, અંતક હવે નજીક છે. પરંતુ બાદ તેમણે પોતાની માતાને યાદ કર્યા હતા. જેમણે મોતને ઘણી બધીવાર માત આપી હતી. જેનાથી ઈયાન ચેપલને લડવાની પ્રેરણા મળી હતી.

READ ALSO

Related posts

અંગ મચકોડાઇ જાય તો આ રીતે કરો ઇલાજ, જાણો તેના લક્ષણો

Bansari

લગ્નમાં હાજરી આપવા ગૂપચૂપ પાકિસ્તાનના લાહોરમાં પહોંચ્યા શત્રુઘ્ન સિંહા, Video થયો Viral

Arohi

સાયન્સના વિદ્યાર્થી હો અને આ વિષય હોય તો યુઝ કરો આ એપ્લિકેશન, આરામથી ભણતર અને ગણતર બંન્ને મળશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!