બેન્ક લોન્સમાં ડીફોલ્ટ જતા બોરોઅરો પાસેથી નાણાંની વસૂલી માટે દેશમાં લાગુ કરાયેલા ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી)ની અસરકારકતા અપેક્ષા પ્રમાણે જોવા નહીં મળતા ડીફોલ્ટરો પાસેથી ઝડપી તથા વધુને વધુ નાણાં મેળવા ક્રેડિટર્સ આઈબીસીની પ્રક્રિયા કરતા કોર્ટની બહાર રહી સમાધાન કરવાનું વધુ મુનાસિબ માની રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય છે.

ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે વર્તમાન વર્ષના ૩૧ સપ્ટેમ્બર સુધીમાં રૂપિયા ૭.૩૧ લાખ કરોડની રકમને આવરી લેતી ૨૩૪૧૭ જેટલી કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ હેઠળની અરજીઓ આઈબીસી હેઠળ દાખલ કરાય તે પહેલા જ કોર્ટની બહાર તેનું સમાધાન કરી દેવાયું હતું.
આઈબીસી હેઠળ એક વખત કેસ દાખલ થઈ ગયા બાદ તેની ઉકેલ પ્રક્રિયા લાંબી ચાલે છે એટલું જ નહીં ડીફોલ્ટરો પાસેથી લેવાની નીકળતી રકમમાંથી માત્ર ૩૦થી ૩૫ ટકા રકમ જ હાથમાં આવે છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.
મોટાભાગની બેન્કોએ ૬૫થી ૭૦ ટકા જેટલી રકમ જતી કરવી પડે છે. બીજી બાજુ ડીફોલ્ટ જતી કંપનીઓને પણ કંપનીના સંંચાલન પરનો પોતાનો કાબુ ગુમાવી દેવાની ચિંતા રહે છે. કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ શરૂ થઈ જવા સાથે કંપનીની બોર્ડ બરખાસ્ત કરી દેવામાં આવે છે સંચાલન ક્રેડિટર્સની કમિટિના હાથમાં ચાલી જાય છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા તથા સંચાલન માટે રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂંક કરવામાં આવે છે.

કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ લાંબી ચાલતી હોવાથી એસેટસના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે, જેની અસર રિકવરીના આંંક પર જોવા મળે છે, એમ પણ બેન્કરે વધુમાં જણાવ્યું હતું.
READ ALSO
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય