GSTV
Home » News » બજેટ બાદ ક્રેડિટ રેટિંગ એજન્સી Fitchએ આપ્યું આ નિવેદન

બજેટ બાદ ક્રેડિટ રેટિંગ એજન્સી Fitchએ આપ્યું આ નિવેદન

ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે કહ્યું છે કે ચૂંટણી પૂર્વે થનારા ખર્ચથી દેશનુ રાજકોષીય નુકસાન મામૂલી વધ્યું છે, પરંતુ દેશની સ્વાયત્ત રેટિંગનુ મૂલ્યાંકન ચૂંટણી બાદ રજૂ થનારા બજેટના આધારે કરવામાં આવશે. નાણાં પ્રધાન પિયુષ ગોયલે શુક્રવારે લોકસભામાં નાણાંકીય વર્ષ 2019-20 માટે અંતિમ બજેટ રજૂ કર્યુ હતું.

ચૂંટણી બાદ રજૂ થનારા બજેટના આધારે થશે મૂલ્યાંકન

ફિચ રેટિંગ્સના પ્રમુખ (એશિયા પ્રશાંત) સ્ટીફન સ્વાર્ટજે કહ્યું કે જાહેરાત અંતિમ બજેટ લગભગ એવુ છે, જેવુ વિચારવામાં આવ્યુ હતું. તેમંણે કહ્યું, ‘સ્વાયત્ત રેટિંગ પ્રોફાઈલ માટે દીર્ધકાલિક રાજકોષીય સંકેત મહત્વપૂર્ણ હોય છે. અમે તેનુ મૂલ્યાંકન ચૂંટણી બાદ રજૂ થનારા બજેટના આધારે કરીશું. જેમાં મધ્યમ ગાળાના પરિદ્રશ્ય અંગે મોટાભાગના સંકેત મળવા જોઈએ.’

રાજકોષીય નુકસાન 3.3 ટકાના લક્ષ્યથી વધીને થયું 3.4 ટકા

બજેટમાં નાના ખેડૂતોને નાણાંકીય મદદ, અસંગઠિત ક્ષેત્રના મજૂરોને પેન્શન અને પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર છૂટ મળવા જેવી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જોકે, રાજકોષીય નુકસાન 3.3 ટકાના લક્ષ્યથી વધારીને 3.4 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ફિચે નવેમ્બરમાં દેશની સ્વાયત્ત રેટિંગ સ્થિર પરિદ્રશ્યની સાથે બીબીબી (નકારાત્મક) બનાવી રાખ્યુ હતું. આ રોકાણ યોગ્ય સૌથી નીચુ રેટિંગ છે.

READ ALSO

Related posts

ટ્રેનમાં ચાની ચૂસકી અને નાસ્તો હવે ખિસ્સાં ખંખરશે, મુસાફરોને ચૂકવવા પડશે ડબલ રૂપિયા

Nilesh Jethva

3 ઈંડાના 1672 રૂપિયા બિલ સામે અમદાવાદની હોટલના મેનેજરે કર્યો આ ખુલાસો, એ માત્ર 3 ઈંડા નથી પણ…

Bansari

વાહ રે ગુજરાતનો સરવે, મોરબીમાં સરવે માટે માત્ર 3 કર્મચારી ફળવાયા, આમાં ક્યાંથી મળશે ખેડૂતને સરકારી રાહત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!