GSTV

ક્રેડિટ કાર્ડ, ઇનકમ ટેક્સથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ સુધી બદલાઇ ગયા છે આ 10 નિયમો, તમારા માટે જાણવા છે જરૂરી નહીંતર આવશે પસ્તાવવાનો વારો

ક્રેડિટ

Last Updated on October 3, 2020 by Bansari

1 ઓક્ટોબરથી સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે સંકળાયેલા નિયમો બદલાઇ ગયા છે. આ નિયમોમાં એવા કેટલાક નિયમો છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જેમ કે – LPG અને નેચરલ ગેસના ભાવ, આરોગ્ય વીમો, વિદેશમાં પૈસા મોકલવા માટે ટીસીએસ. આવી સ્થિતિમાં, તમારા માટે આ વિશે જાણવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ 01 ઓક્ટોબરથી તમારા જીવનમાં શું બદલાવ આવ્યા છે…

RC,ડ્રાઇવિંગ લાયસન્સની ફિઝિકલ કૉપી જરૂરી નથી

પહેલી ઓક્ટોબર ઘણા બદલાવો થયા છે. ખાસ કરીને આજથી તમે ટ્રાફિક પોલીસ રોકે તો ડિજિટલ ડોક્યુમેન્ટ બતાવીને આગળ વધી શકો છો. હવે વ્હીકલ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ સહિત તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જરૂરિયાત નથી. હકીકતમાં માર્ગ, પરિવહન તથા હાઇવે મંત્રાલયે ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરતાં મોટર વ્હીકલ નિયમ, 1989માં સંશોધન કર્યુ છે. જે અંતર્ગત હવે મંત્રાલય 1 ઓક્ટોબર 2020થી બદલાયેલા નિયમ લાગુ કરવા જઇ રહ્યું છે. તેવામાં હવે ગુરુવારે તમારે તમારી કાર, બાઇક અથવા અન્ય કોઇ વ્હીકલ સાથે જરૂરી દસ્તાવેજ સાથે લઇને જવાની જરૂરિયાત નથી.

ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશો પરંતુ…

ગાડી ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે પરંતુ જો તમે રસ્તો જોવા માટે નેવિગેશનનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો મોબાઇલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેમાં શરત એ છે કે નેવિગેશનથી ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થવુ જોઇએ. કોઇ અન્ય કામ માટે મોબાઇલનો ઉપયોગ કરતાં પકડાશો તો કાર્યવાહી થશે.

એલપીજી કનેક્શન હવે મફતમાં નહી મળે

lpg

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) હેઠળ સરકાર ગરીબોને મફતમાં ગેસ કનેક્શન આપે છે, પરંતુ તેનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયો છે, એટલે કે, એલપીજી કનેક્શન હવેથી મફતમાં ઉપલબ્ધ થશે નહીં. ચાલો તમને જણાવી દઈએ કે કેબિનેટે મફત ગેસ સિલિન્ડર કનેક્શનની અવધિ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. કોરોના સંકટને કારણે નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે માર્ચ મહિનામાં ઉજ્જવલાના 8 કરોડ ગ્રાહકોને મફતમાં ત્રણ એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.
વિદેશમાં પૈસા મોકલવા મોંઘા પડશે

વિદેશમાં ફરવુ અને પૈસા મોકલવા મોંઘા પડશે

વિદેશમાં પૈસા મોકલવા પર ટેક્સ વસૂલવા સાથે કેન્દ્ર સરકારે એક નવો નિયમ બનાવ્યો છે. આ નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે. આવી સ્થિતિમાં, જો તમે વિદેશમાં અભ્યાસ કરતા તમારા બાળકને પૈસા મોકલશો અથવા કોઈ સંબંધીને આર્થિક મદદ કરો છો, તો રકમ પર 5 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS)ની વધારાની ચુકવણી કરવામાં આવશે. ફાઇનાન્સ એક્ટ 2020 મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ વિદેશી નાણાં મોકલનાર વ્યક્તિને ટીસીએસ ચૂકવવો પડશે. જણાવી દઇએ કે એલઆરએસ હેઠળ તમે વાર્ષિક 2.5 લાખ ડોલર મોકલી શકો છો, જેના પર કોઈ ટેક્સ નથી. તેને ટેક્સની લિમિટ હેઠળ લાવવા ટીસીએસ ચુકવવો પડશે.

માર્કેટમાં મળશે તાજી મિઠાઇ

સરકાર સ્થાનિક દુકાનો એટલે કે તમારા પાડોશની હલવાઇની દુકાન પર મળતા ખાવા-પીવાના સામાનની ક્વોલિટીમાં સુધાર આજથી સ્થાનિક મિઠાઇની દુકાનોને પણ બંધ ડબ્બામાં વેચાણ માટે રાખવામાં આવેલી મિઠાઇ માટે ‘મેન્યુફેક્ચરિંગ ડેટ’ અને ‘બેસ્ટ બિફોર ડેટ’ જેની જાણકારી પ્રદર્શિત કરવાની રહેશે. વર્તમાન સમયમાં આ વિગતોને પહેલાથી ડબ્બાબંધ મિઠાઇના ડબ્બા પર ઉલ્લેખ કરવો ફરજિયાત છે. FSSIના નવા નિયમ જારી કરવામાં આવ્યા છે.

બદલાઇ ગયા હેલ્થ ઇન્શ્યોરન્સના નિયમો

વીમા નિયામક આઇઆરડીએઆઇના નિયમો અંતર્ગત હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસીમાં એક મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. 1 ઓક્ટોબરથી તમામ વર્તમાન અને નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી અંતર્ગત સસ્તા દરે વધુ બીમારીઓનુ કવર ઉપલબ્ધ થશે. આ બદલાવ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસીને સ્ટાન્ડર્ડ અને કસ્ટમર સેન્ટ્રિક બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલાંક અન્ય બદલાવ પણ સામેલ છે.

હવે ટીવી પણ થશે મોંઘુ

જો તમે ટીવી ખરીદવાનુ વિચારી રહ્યા છો તો તમારે વધારે કિંમત ચૂકવવી પડી શકે છે. કારણ કે, આજથી LED/LCD માટે ઓપન સેલ પેનેલ્સ પર 5 ટકા ઈમ્પોર્ટ ડ્યીટી લાગશે. સરકારે આત્મનિર્ભર ભારતની હેઠળ ઓપન સેલ પેનેન્સના ઘરેલુ ઉત્પાદનને વધારવા માટે આ પગલુ ભર્યુછે. આ પર એક વર્ષ માટે મળી રહેલી છૂટ 30 સપ્ટેમ્બરના રોજ ખતમ થઈ ગઈ છે.

ક્રેડિટ, ડેબિટ કાર્ડના નિયમો બદલાયા

ક્રેડિટ

ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં વધી રહેલા છેતરપિંડીને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ કેટલાક નવા નિયમો બહાર પાડ્યા છે જેનો અમલ કરવામાં આવ્યો છે. હવે બેંકો તેમના પોતાના કાર્ડ પર આંતરરાષ્ટ્રીય ટ્રાંઝેક્શનની સુવિધા આપી શકશે નહીં. આ માટે, ગ્રાહકોની માંગ પર જ આ સુવિધા આપવામાં આવશે. એટલે કે, આજથી તમે ફક્ત PoS (પોઇન્ટ ઓફ સેલ) સાથે ચૂકવણી કરવા અથવા તમારા એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશો. આ સિવાય, તમે તમારા પોતાના પર ટ્રાન્ઝેક્શનની લિમિટ, એટીએમ, પીઓએસ અને ઓનલાઇન ટ્રાન્જેક્શનને બંધ અથવા શરૂ કરી શકશો. આ ફેરફાર હાલના તમામ કાર્ડ્સ, નવા કાર્ડ્સ અથવા રિન્યૂ કાર્ડ્સ પર લાગુ થશે.

સરસિયાના તેલનો અન્ય તેલ સાથે ભેળવવા પર રોક

ફૂડ રેગ્યુલેટર FSSAIએ સરસિયાના તેલનો કોઇ અન્ય કુકિંગ ઓયલ સાથે મિક્સ કરવા પર પ્રતિબંધ મુક્યો છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થઇ ચુક્યો છે. નિયમો અનુસાર ખાદ્ય તેલ નિર્માતાઓ અથવા પ્રોસેસર, જેની પાસે સરસિયાના તેલ સાથે મિશ્રિત ખાદ્ય વનસ્પતિ તેલના ઉપત્પાદનનું લાયસન્સ છે, તેમણે સરસિયાના તેલ/સરસિયાના બીજ અથવા કોઇ અન્ય ખાદ્ય તેલના પોતાના સ્ટોકને અન બ્લેંડેડ કુકિંગ ઓઇલ રૂપે વેચવાનો નિર્દેશ કર્યો છે.

ઇ-કોમર્સ ઓપરેટર્સ વસૂલશે 1% ટેક્સ

1 ઓક્ટોબરથી, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ પર એક નવો નિયમ અમલમાં આવ્યો છે. નવા નિયમ મુજબ કોઈપણ ઇ-કોમર્સ ઓપરેટરને ગુડ્સ એન્ડ સર્વિસ સેલ પર 1 ટકા ટીસીએસ કાપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ફાઇનાન્સ એક્ટ 2020 માં ઇનકમ ટેક્સ એક્ટ 1961 માં 194-O નવી ધારા જોડવામાં આવી છે. આ અંતર્ગત, ઇ-કોમર્સ ઓપરેટરને તેના ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ દ્વારા ગુડ્સ, સર્વિસ અથવા બંનેના કુલ મૂલ્ય પર એક ટકાના દરે આવકવેરો વસૂલવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!