GSTV

ઉપયોગી/ ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ અંગે જાણકારી મેળવવી છે જરૂરી, અનેક બાબતે થાય છે ફાયદો

ક્રેડિટ

આજકાલ વધુ પડતા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. લગભગ બધી જ બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ટ જાહેર કર્યા છે. જેનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમારી પાસે કેશ મની નથી તો પણ તમે આ કાર્ડ દ્વારા ખરીદી કરી શકો છો. અને બાદમાં બિલ પે કરી શકો છો. અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર ખર્ચ કરવાની લિમિટ પણ અલગ અલગ હોય છે. અમૂક બેંકોના કાર્ડ એવા હોય છે કે જેના પર કસ્ટમર્સને અનેક સુવિધાઓ મળે છે. આ ઉપરાંત અમૂક ઈ-કોમર્સીયલ વેબસાઈટ્સ પર ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદારી કરવામાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સુવિધા પણ મળે છે. આજકાલ મધ્યમ વર્ગીય લોકો માટે ક્રેડિટ કાર્ડ રાખવું એક પ્રકારનું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે.

જેવી રીતે તમારા બેંક અકાઉન્ટમાં સ્ટેટમેંટ આવે છે તે જ રીતે ક્રેડિટ કાર્ડમાં પણ સ્ટેટમેટ આવે છે. તેના માટે કરવામાં આવેલ પેમેન્ટ, ખરીદદારી, ક્રેડિટ બેલેન્સ, રિવોર્ડ પોઈંટ વગેરે જાણકારી આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ દર મહિને આવે છે. તે ક્રેડિટ કાર્ડની બિલિંગ સાઈકલના અંતમાં જનરેટ થાય છે. જો કે, તે સમય દરમ્યાન કોઈ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં નથી આવતું, જેમાં કોઈ લેવડ-દેવડ કે ચૂકવણી નહીં હોય.

ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટમાં અનેક પ્રકારની જાણકારી દાખલ હોય છે. આ સ્ટેટમેન્ટ દ્વારા ગ્રાહક પોતાના ક્રેડિટ કાર્ડ બિલમાં થયેલ કોઈ પણ ગરબડને પકડી શકે છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ કોઈ સ્ટેટમેન્ટથી કોઈ પ્રકારની સંદિગ્ધ લેન-દેનની પણ માહિતી મેળવી શકે છે.

ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં આપણા ખર્ચાને સરખી રીતે સમજાવી શકાય છે અને તે વ્યવસ્થિત પણ કરી શકાય છે. તેનાથી ક્રેડિટ કાર્ડ સ્કોરની જાણકારી પણ મળી જાય છે. આ સ્કોરની જાણ થવાથી ગરાહક એલર્ટ રાખી શકે છે. અને એક્સ્ટ્રા ક્રેડિટથી બચી શકે છે. જેથી ક્રેડિટ સ્કોર વધુ ન બને.

ક્રેડિટ

ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં આ સરળતાથી જાણી શકાય છે કે બિલના પેમેન્ટની છેલ્લી તારીખ કઈ છે. આ તારીખ બાદ કરવામાં આવેલ પેમેન્ટમાં બે પ્રકારના ચાર્જ લાગે છે. જેમાં પહેલો ચાર્જ રાશિ પર વ્યાજ ચૂકવવાનો હોય છે. અને લેટ પેમેન્ટ ફી આપવી પડે છે.

ક્રેડિટ કાર્ડમા મિનિમમ ડ્યૂ અમાઉન્ટ કુલ ચાર્જના લગભગ 5 % હોય છે. જેને લેટ ફી થી બચવા માટે આપવામાં આવે છે. જે લોકો ક્રેડિટ કાર્ડ રાખે છે. તેમને કુલ રકની ચૂકવણી કરવી જોઈએ. જેનો કોઈ એકસ્ટ્રા ચાર્જ લાગતો નથી. કુલ રાશિમાં બધા EMIનો સમાવેશ થાય છે.

ક્રેડિટ કાર્ડમાં પેમેન્ટ ડ્યૂ ડેટ પૂરી થયા બાદ 3 દિવસનો ગ્રેસ પિરિયડ આપવામા આવે છે. આ ગ્રેસ પિરિયડ બાદ પણ જો પેમેન્ટ કરવામાં મોડૂ થાય તો પેમેન્ટ પર પેનલ્ટી લગાવવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં 3 પ્રકારની લિમિટ મળશે. કુલ ક્રેડિટ લિમિટ, ઉપલબ્ધ ક્રેડિટ લિમિટ અને કેશ લિમિટ.

ક્રેડિટ કાર્ડમાં સ્ટેટમેન્ટના ટ્રાંજેક્શન સેક્શનમાં ક્રેડિટ કાર્ડમાં આવેલા પૈસા અને કરવામાં આવેલા ખર્ચની જાણકારી આપવામાં આવે છે. આ સ્ટેટમેન્ટમાં જમા કરવામાં આવેલ રિવોર્ડ પોઈંન્ટ્સનું સ્ટેટમેન્ટ પણ દેખાશે. એક ટેબલમાં પહેલાના રિવોર્ડ પોઈન્ટ્સની સંખ્યા અને પ્રેઝેન્ટ બિલિંગમાં હાજર કરવામાં આવેલ રિવોર્ડ પોઈન્ટની સંખ્યા દેખાશે. તેના આધારે ખરીદી કરવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!